Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : રાત્રિ ભોજનમાં 20 મહિલાઓ એકાએક બેભાન થઈ, અફરાતફરીનો માહોલ!

આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બેભાન મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
surat   રાત્રિ ભોજનમાં 20 મહિલાઓ એકાએક બેભાન થઈ  અફરાતફરીનો માહોલ
Advertisement
  1. ઝાંપા બજારમાં મોડી સાંજે 20 મહિલાઓ એકાએક બેભાન થઈ (Surat)
  2. બેઝમેન્ટમાં આવેલા AC હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા બની ઘટના!
  3. દાઉદી વ્હોરા સમાજનાં રાત્રિ ભોજન માટે ભેગી થઈ હતી મહિલાઓ

સુરતામાં (Surat) ગત મોડી રાતે 20 જેટલી મહિલાઓ એકાએક બેભાન થઈ હતી. બેભાન મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાહતની વાત એ છે કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાઓને રજા આપવામાં આવી હતી. પરંતુ, એક સાથે 20 જેટલી મહિલાઓ બેભાન થતાં ભારે હોબાળો મચી ગયો હતો. દાઉદી વ્હોરા સમાજનાં (Dawoodi Whora Samaj) રાત્રિ ભોજન દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો - Mehsana : લોકડાયરામાં ભજનોની રમઝટ વચ્ચે બની એવી ઘટના જેને મચાવી ચકચાર! જુઓ Photos

Advertisement

દાઉદી વ્હોરા સમાજનાં રાત્રિ ભોજનમાં બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઝાંપા બજાર વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બેઝમેન્ટમાં આવેલો એક AC હોલ બુક કરાયો હતો. ભોજનમાં મીઠી સિતાબી અને નોનવેજ સીઝલર પીરસવામાં આવ્યું હતું. દરમિયાન, 20 જેટલી મહિલાઓ અચાનક બેભાન થઈ હતી. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બેભાન મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ મહિલાઓની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - સાબરકાંઠામાં ગબ્બર ફિલ્મ જેવા દ્ર્શ્યો! ખાનગી હોસ્પિટલે મૃતદેહની સારવાર ચાલુ કરી

હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા બેભાન થઈ હોવાનું પ્રાથમિક તારણ

આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. આરોપ છે કે સીઝલરનો ધુમાડો બેઝમેન્ટ હોલમાં ફરી વળતા ઓક્સિઝનનું પ્રમાણ ઘટતા મહિલાઓ બેભાન થઈ હતી. જો કે, બેભાન તમામ મહિલાઓની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાતે સર્જાયેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - સોમનાથ તીર્થના નામે ઠગીઓ શ્રદ્ધાળુઓનો શિકાર કરી રહ્યા, જાણો કેવી રીતે

Tags :
Advertisement

.

×