Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!
- Surat માં વ્યાજખોરો ફરી સક્રિય થયા!
- બેગમપુરાનાં આધેડે વ્યાજખોરોનાં ત્રાસથી ઝેર પીધું
- બંને મિત્રોએ જ ત્રાસ આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સુરતમાં (Surat) વ્યાજખોરોનાં ત્રાસથી એક આધેડે ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. ઘટનાનાં 10 દિવસ બાદ પોલીસે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપ છે કે, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને સતત આપી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને આખરે આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, પીડિતની હાલત ગંભીર છે અને ICU માં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત
રૂપિયાની જરૂર હોવાથી મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) બેગમપુરાના ગુલામ શેખે રૂપિયાની જરૂર હોવાથી મિત્ર શાબીર ગુલામ મુસ્તુફા શેખ પાસેથી માસિક 30 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. શાબીર દર મહિને ગુલામ શેખ પાસેથી રૂ. 30 હજાર વ્યાજ લેતો હતો. જો કે, વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા માટે પણ ગુલામ શેખ પાસે રૂપિયા ન હોવાથી તેમણે બીજા મિત્ર ઇબ્રાહિમ પાસેથી રૂપિયા લીધા હતા. ત્યાર બાદ બંને વ્યાજખોર મિત્ર રૂપિયા બાબતે ગુલામ શેખ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા હતા.
આ પણ વાંચો - Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે મોટા સમાચાર, 10 પોલીસકર્મી સામે આકરી કાર્યવાહી!
વ્યાજખોર મિત્રોનાં ત્રાસથી આધેડે ઝેરી દવા ગટગટાવી
બંને વ્યાજખોર મિત્ર ગુમાલ શેખને રૂપિયા બાબતે જાહેરમાં ગાળાગાળી કરી ધાક-ધમકી આપી સતત અપમાનિત કરતા હતા. આથી, તેમનાં ત્રાસથી કંટાળીને ગુમાલ શેખે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગુમાલ શેખની પત્નીએ ફરિયાદ કરતા મહિધરપુરા પોલીસે ઘટનાનાં 10 દિવસ બાદ વ્યાજખોરો સામે FIR નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગુલામ શેખની હાલત હાલ પણ ગંભીર અને તેઓ ICU માં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Ahmedabad : આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય : GUPEC