Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

S Jaishankar : અરુણાચલ પ્રદેશ ભારતનું છે અને રહેશે..!

S Jaishankar : સુરત આવેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે (S Jaishankar) હૂંકાર કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ ભારતનું જ રાજ્ય છે અને રહેશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે યુરોપિયન યુનિયન જોડે સ્ટ્રીકટલી નિર્ણય લેવામાં આવશે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મને...
s jaishankar   અરુણાચલ પ્રદેશ ભારતનું છે અને રહેશે
Advertisement

S Jaishankar : સુરત આવેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે (S Jaishankar) હૂંકાર કર્યો હતો કે અરુણાચલ પ્રદેશ ભારતનું જ રાજ્ય છે અને રહેશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે યુરોપિયન યુનિયન જોડે સ્ટ્રીકટલી નિર્ણય લેવામાં આવશે

સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મને પણ ચિંતા

સુરતમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે સુરત સથે મારો ઘણો સંબંધ રહેલો છે. ગુજરાતમાં મને ખુબ રસ છે કારણ કે ગુજરાતના લોકો દેશ-વિદેશમાં વસેલા છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની મને પણ ચિંતા છે અને તે વિશે મને રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે યુરોપિયન દેશો સાથે મારી વાતચીત થઈ રહી છે અને જી-7 દેશો ના યુનિયન જોડે પણ ચર્ચા કરવામાં આવશે.

Advertisement

Advertisement

જે યુવકની મોત થઈ તેના મૃતદેહને ભારત મોકલવા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હતી

તેમણે કહ્યું કે ગત વર્ષે યુદ્ધમાં ફસાયેલા લોકોને અલગ-અલગ ઓપરેશન હેઠળ સુરક્ષિત રીતે ભારતમાં લાવવામાં આવ્યા હતા. ભારતીય બે નાગરિકોના મોત મામલે ભારતીય દૂતાવાસ દ્વારા પરિવારને મદદ કરવામાં આવી છે અને બંનેના મૃતદેહોને ભારતમાં લાવવામાં મદદ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે આ જવાબદારી રશિયન સરકારની હતી. જે યુવકની મોત થઈ તેના મૃતદેહને ભારત મોકલવા તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈતી હતી. રશિયન ફોર્સમાં આવી રીતે ભારતીય નાગરિકોને હેલ્પર તરીકે અથવા અન્ય કોઈ રીતે ભરતી કરવામાં આવે તે યોગ્ય નથી અને કોઇ વચેટીયાનું કૃત્ય હોઇ શકે છે.

યુરોપિયન યુનિયન જોડે સ્ટ્રીકટલી નિર્ણય

જયશંકરે કહ્યું કે અનેક દેશો છે જેની સાથે અમારી સમજૂતી થઇ છે. અમારો પ્રયાસ છે કે યુરોપિયન યુનિયન જોડે સ્ટ્રીકટલી નિર્ણય લેવામાં આવશે.

અરુણાચલ પ્રદેશ પહેલા પણ ભારતનું જ રાજ્ય

જયશંકરે હૂંકાર કર્યો કે અરુણાચલ પ્રદેશ પહેલા પણ ભારતનું જ રાજ્ય છે અને રહેશે. નામ બદલવાથી કંઇ થશે નહીં

આ પણ વાંચો---- Katchatheevu Issue : કચ્છથીવુ ટાપુ શ્રીલંકામાં કેવી રીતે આવ્યો? વિદેશ મંત્રીએ કોંગ્રેસ-DMK પર નિશાન સાધ્યું…

આ પણ વાંચો--- Lok Sabha Election 2024 : ‘હું બધું સત્તા કે વોટ માટે નથી કરતો’, PM મોદીએ આવું કેમ કહ્યું?

Tags :
Advertisement

.

×