ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ ભાજપમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત 15 સભ્યોના અચાનક લઈ લેવાયા રાજીનામાં

અહેવાલ - રહિમ લાખાણી રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. પાંચ...
02:12 PM Apr 18, 2023 IST | Hardik Shah
અહેવાલ - રહિમ લાખાણી રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. પાંચ...

અહેવાલ - રહિમ લાખાણી

રાજકોટ શહેરના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ આજે એકાએક રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વાઈસચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. પાંચ વર્ષની ટર્મમાં એકા એક બે વર્ષના સમય દરમિયાન અધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક રાજકોટના રાજકારણમાં ચર્ચાઈ રહ્યા છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના આજે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ ઉપરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઇ લેવામાં આવ્યા છે. ગઈકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ શહેર પ્રમુખ, મેયર, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓની પ્રદેશ પ્રમુખની અદ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે બીજા જ દિવસે એકાએક રાજીનામાં લઇ લેવામાં આવતા રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી શિસ્તબધ પાર્ટી છે. આજે પાર્ટીના આદેશ મુજબ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત તમામ સભ્યોએ સામુહિક રાજીનામાં આપી દીધા છે. ભૂતકાળમાં મુખ્યમંત્રીથી લઇને તમામ મંત્રીમંડળે એક સાથે રાજીનામાં ભારતીય જનતા પાર્ટીમાં આપવામાં આવ્યા છે. કોઈ જૂથવાદ કોઈ ફરિયાદ કે કોઈ નારાજગી નથી માત્ર પ્રદેશની સૂચના આધારે તમામના રાજીનામાં લેવામાં આવ્યા છે. આગામી સમયમાં પાર્ટીની સૂચના મુજબ નવી ટીમની જાહેરાત કરવામાં આવશે.

જયારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીનો આદેશ છે અને અમે પાર્ટીના કાર્યકર્તા છીએ માટે પાર્ટીનો આદેશ અમને સીરો માન્ય હોય છે. પાર્ટી દ્વારા જે જવાબદારી સોંપવામાં આવે તે નિભાવવાની હોય છે આજે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું માટે તમામ સભ્યો સાથે અમે અમારી આખી ટીમે રાજીનામુ આપ્યું છે. કોઈ નારાજગી નથી કોઈ જૂથવાદ નથી પાર્ટીની સૂચના મુજબ અમે રાજીનામાં આપ્યા છે.

કોણે કોણે આપ્યા રાજીનામાં

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યોના રાજીનામાં

1 - અતુલ પંડિત - ચેરમેન
2 - સંગીતા બેન છાયા - વાઇસ ચેરમેન
3 - કિશોર પરમાર - સભ્ય
4 - વિજય ટોળીયા - સભ્ય
5 - રવિ ગોહેલ - સભ્ય
6 - કિરીટ ગોહેલ - સભ્ય
7 - તેજસ ત્રિવેદી - સભ્ય
8 - જે ડી ભાખડ - સભ્ય
9 - શરદ તલસાણીયા - સભ્ય
10 - અશ્વિન દુઘરેજીયા - સભ્ય
11 - ધર્ય પારેખ - સભ્ય
12 - ફારૂખ બાવાણી - સભ્ય
13 - પીનાબેન કોટક - સભ્ય
14 - જાગૃતિબેન ભાણવડિયા - સભ્ય
15 - મેઘાવી સિંધવ - સભ્ય

આ પણ વાંચો - તલાટી પરીક્ષા મામલે હસમુખ પટેલનું આ મોટુ નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BJPChairmanRajkot BJPRajkot NewsResignationResignation og 15 MembersVice Chairman
Next Article