Gandhinagar : કાલે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
- PM નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે
- મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે 1800 બેડની હોસ્પિટલનું નિર્માણ
- યુ.એન. મહેતાના કાર્ડિયાક અને ન્યુરો કેર સેટેલાઇટ સેન્ટરનું ઇ-લોકાર્પણ
- ગાંધીનગર ખાતે 84 કરોડના ખર્ચે તૈયાર કરાશે કાર્ડિયાક-ન્યુરોકેર સેન્ટર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે હતા. PM મોદીના હસ્તે નાગરિકોને વિવિધ વિકાયકાર્યોની ભેટ મળશે. મહાત્મા મંદિર ખાતે 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ વડાપ્રધાનના હસ્તે મળશે. તેમજ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 1800 બેડની હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. સિવિલ મેડિસીટીમાં 588 કરોડના ખર્ચે 1800 બેડની હોસ્પિટલનું નિર્માણ. તેમજ યુ.એન. મહેતા કાર્ડિયાક અને ન્યૂરો કેર સેટેલાઈટ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ કાર્ડિયાક-ન્યુરોકેર સેન્ટરનું તૈયાર કરાશે.
રિજિયન વાઈઝ સર્વિસ મળે તે માટેનો પ્રયત્ન
આરોગ્ય મંત્રી જ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ નક્કી કર્યું છે કે, હાર્ટ માટે દરેક ઝોન વાઈઝ દરેક રિજિયન વાઈઝ આપણું સૌથી મોટું હાર્ટ માટેનું ઈન્સ્ટિટ્યુટ યુ.એન. મહેતા અને એના થકી સેટેલાઈટ સેન્ટર એેટલે અહીંયા જે સર્વિસીસ મળે છે. એવી રિજિયન વાઈઝ સર્વિસ મળે તે માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે. એનો આ પ્રથમ કદમ છે.
આ પણ વાંચોઃ LIVE: બાળકોને ભણાવો કચ્છનો 'ક' અને ખમીરનો 'ખ' - વડાપ્રધાન મોદી
સારવામાં 1800 બેડનું નવીન બિલ્ડિંગ બનાવી ખાતમુહૂર્ત PM કરશે
ગાંધીનગરમાં હાર્ટ માટેની સ્પેશ્યાલીટી સર્વિસીસ માટે અમદાવાદ ન જવું પડે પરંતું ઉત્તર ગુજરાતથી આવતો તમામ ફ્લોને અહીંયા જ સેવા મળી શકે તે પ્રકારનું આ સરસ પ્રકારનું 84 કરોડના ખર્ચે.એમાં આરોગ્ય વિભાગના પીઆઈઓ તેમજ યુ.એન. મહેતાના કંબાઈન્ડ એફર્ડથી આ સરસ મજાનું આ સેટેલાઈટ સેન્ટર આવતી કાલે વડાપ્રધાનના હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે. અને સાથે અસારવા સિવિલ કેમ્પસમાં પણ 588 કરોડના ખર્ચે અસારવામાં 1800 બેડનું નવીન બિલ્ડિંગ બનાવી ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન કરવાના છે. આપણા સૌ માટે ગર્વનો વિષય છે. ગાંધીનગર બાદ સુરત, ભાવનગર અને રાજકોટમાં રિજિયન વાઈઝ દરેક જગ્યાએ કાર્ડિયાક સેવાઓ મળી રહે એ યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટના વડપણ હેઠળ તમામ રિજિયનમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ.