શુભમન ગિલ અને ઈશાન કિશનની શાનદાર બેટિંગ
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા (Rohit Sharma) અને શુભમન ગિલ (Shubman Gill) એ ઇનિંગ્સને સંભાળી હતી. રોહિતે 48 રન બનાવ્યા બાદ રાશિદ ખાન (Rashid Khan)નો શિકાર બન્યો હતો.
રોહિતના આઉટ થયા બાદ શુભમન ગિલ અને ઈશાન કિશન (Ishan Kishan) એ અફઘાનિસ્તાનના બોલરો સામે આક્રમક રમત દર્શાવી હતી. શુભમન ગિલે માત્ર 77 બોલમાં પોતાની સદી (Century) પૂર્ણ કરી હતી, જ્યારે ઈશાન કિશને 71 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલે 154 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે ઈશાન કિશને 79 બોલમાં 125 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો.
નાંગેયાલિયા ખરોટીએ ભારતને આપ્યા ઝટકા
અફઘાનિસ્તાનના સ્પિનર (Spinner) નાંગેયાલિયા ખરોટી (Nangeyalia Kharote) એ મેચના અંતિમ તબક્કામાં ભારતને કેટલાક ઝડપી ઝટકા આપ્યા હતા. તેણે શુભમન ગિલને 154 રને આઉટ કર્યો હતો. ત્યારબાદની જ બોલ પર કે.એલ. રાહુલ (KL Rahul) ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ખરોટીએ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને પણ 26 રને આઉટ કર્યો હતો. કુલ મળીને ખરોટીએ 4 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર (Washington Sundar) એ 19 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે ગુરનૂર બરાર (Gurnoor Brar) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh) 3-3 રન બનાવી આઉટ થયા હતા. ભારતીય ટીમ 49.5 ઓવરમાં 402 રન બનાવી ઓલઆઉટ થઈ હતી.
403 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાનનો સંઘર્ષ
403 રનના વિશાળ લક્ષ્યાંક (Target)નો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે શરૂઆત સારી કરી હતી, પરંતુ વધતા રનરેટના દબાણ વચ્ચે ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. રહમત શાહ (Rahmat Shah) એ સૌથી વધુ 79 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. તેણે 89 બોલમાં 8 ચોગ્ગાની મદદથી આ સ્કોર બનાવ્યો હતો. તે સિવાય સદીકુલ્લાહ અટલ (Sediqullah Atal) એ 42 રન અને રહમાનુલ્લાહ ગુરબાઝ (Rahmanullah Gurbaz) એ 41 રનનું યોગદાન આપ્યું હતું. તેમ છતાં અફઘાનિસ્તાનની આખી ટીમ 44.3 ઓવરમાં 232 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને ગુરનૂર બરારે 3-3 વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવ (Prince Yadav) એ 2 વિકેટ મેળવી પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.
અફઘાનિસ્તાન સામે ભારતનો બીજો સૌથી મોટો ODI સ્કોર
અફઘાનિસ્તાન સામે વનડે ક્રિકેટમાં ભારતનો 402 રનનો સ્કોર હવે તેનો બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો 417/6 રનનો સ્કોર પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત 402 રન સાથે બીજા સ્થાને પહોંચ્યું છે. ત્યારબાદ ઇંગ્લેન્ડ 397/6 અને શ્રીલંકા 381/3 સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.
આ પણ વાંચો : IND A vs AFG A : શું Bowlersને મળી ગઇ Vaibhav Sooryavanshi ની સૌથી મોટી નબળાઈ?