ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND Vs BAN : ટેસ્ટ સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, આ ખેલાડીની થઈ એન્ટ્રી

બાંગ્લાદેશે ટેસ્ટ ટીમની જાહેરાત કરી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે બાંગ્લાદેશે એક મોટો ફેરફાર કર્યો છે IND Vs BAN:બાંગ્લાદેશે ભારત (IND Vs BAN)પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર 2 મેચની...
01:25 PM Sep 12, 2024 IST | Hiren Dave
બાંગ્લાદેશે ટેસ્ટ ટીમની જાહેરાત કરી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે બાંગ્લાદેશે એક મોટો ફેરફાર કર્યો છે IND Vs BAN:બાંગ્લાદેશે ભારત (IND Vs BAN)પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર 2 મેચની...

IND Vs BAN:બાંગ્લાદેશે ભારત (IND Vs BAN)પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ હવે ટીમ ઈન્ડિયા સામે શાનદાર પ્રદર્શન પર નજર મંડાયેલી છે. આ જ કારણ છે કે બાંગ્લાદેશે પોતાની ટીમમાં માત્ર એક જ મોટો ફેરફાર કર્યો છે. ગયા મહિને જ બાંગ્લાદેશે રાવલપિંડીમાં પાકિસ્તાનની ટીમને 2-0થી હરાવીને અને પાકિસ્તાનમાં તેની પ્રથમ શ્રેણી જીતીને મોટી સિદ્ધિ મેળવી હતી.

બાંગ્લાદેશે જાકર અલીનો ટીમમાં સ્થાન મળ્યું

બાંગ્લાદેશે અનકેપ્ડ બેટ્સમેન જાકર અલી અનિકનો ટીમમાં સમાવેશ કર્યો છે, જ્યારે ઝડપી બોલર શોરીફુલ ઈસ્લામ ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. જાકર અલી અનિક આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાયેલા T20 વર્લ્ડ કપ 2024માં બાંગ્લાદેશ ટીમનો ભાગ હતો. જાકર અલી એક વિકેટકીપર-બેટ્સમેન છે અને તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 17 T20I મેચ રમી છે જેમાં તેના નામે 245 રન છે.

આ પણ  વાંચો -T20 વર્લ્ડકપની ટિકિટ માત્ર 115 રૂપિયા,જાણો કોને મળશે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી

બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ

નઝમુલ શાંતો (કેપ્ટન), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી મિરાજ, ઝખાર અલી અનિક, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા, તૈજુલ ઈસ્લામ, મહમુદુલ હસન જોય, નઈમ હસન, ખાલિદ અહેમદ

આ પણ  વાંચો -ક્રિકેટના મેદાનમાં અચાનક બની એવી ઘટના, રોકવી પડી હતી મેચ

ભારતે 2019-20માં બાંગ્લાદેશની યજમાની કરી હતી

ભારતે છેલ્લે 2019-20માં બાંગ્લાદેશની યજમાની કરી હતી. આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ(IND Vs BAN)ને 2-0થી હરાવ્યું હતું. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ બંને ટીમો 3 મેચની T20I શ્રેણીમાં સામસામે આવશે.

આ પણ  વાંચો -ઓલિમ્પિક એથ્લેટ Rebecca Cheptegei ને સળગાવનારા શખ્સનું ઘણી યાતનાઓ બાદ મોત

 ટેસ્ટ માટે  ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટેઇન), ધ્રુવ જુરેલ (વિકેટકીન), આર અશ્વિન, આર. જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશ દયાલ.

Tags :
Bangladesh Cricket Teamind b vs ind cIND Vs BANindia a vs india d match scorecardindia c vs india b cricket team match scorecardIndia vs BangladeshSai SudharsanTeam Indiatest cricketTest Seriesvidhwath kaverappa
Next Article