Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs ENG : ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનમાં જશ્નનો માહોલ

IND vs ENG : ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમિફાઈનલ મેચ (Semi-Final Match) માં ટીમ ઈન્ડિયા (Team India) નુું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય ટીમે આ મેચમાં એક તરફી જીત નોંધાવી હતી. આ સાથે ભારતે T20 World 2022...
ind vs eng   ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનમાં જશ્નનો માહોલ

IND vs ENG : ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી સેમિફાઈનલ મેચ (Semi-Final Match) માં ટીમ ઈન્ડિયા (Team India) નુું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય ટીમે આ મેચમાં એક તરફી જીત નોંધાવી હતી. આ સાથે ભારતે T20 World 2022 માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મળેલી હારનો પણ બદલો લઇ લીધો છે. આ જીત જેટલી ભારતીયો માટે ખુશીની વાત છે તેટલી જ પાકિસ્તાનીઓ માટે હોય તેવું જોવા મળી રહ્યું છે. જીહા, ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

પાકિસ્તાનીઓ લગાવ્યા 'I Love You India' ના નારા 

T20 World Cup 2024ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પ્રવેશ કરી લીધો છે. મોડી રાત્રે T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનમાં લોકો ભારતનું નામ સાંભળીને ખિજાય જતા હોય છે પણ તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો જેમા ઘણા પાકિસ્તાનીઓ I Love You India ના નારા લગાવી રહ્યા છે. યુવાનોએ કહ્યું કે, ભારતે ગોરાઓને તેમની નાનીની યાદ અપાવી છે. 2014 અને 2022 નો બદલો લીધો. આવી સ્થિતિમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભારતમાં લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં પાકિસ્તાનની પ્રખ્યાત યુટ્યુબર શૈલા ખાન પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના યુવાનો શેમ્પેનની બોટલો સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે આ યુવા કહી રહ્યા છે કે, ટીમ ઈન્ડિયા ઝિંદાબાદ અને હમારા કેપ્ટન કૈસા હો, રોહિત શર્મા જૈસા હો. તેટલું જ નહીં પાકિસ્તાની યુવાનો જસપ્રીત બુમરાહના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડના બોલરોને સપના પણ રોહિત શર્મા દેખાશે

પાકિસ્તાનની ફેમસ યુટ્યુબર શૈલા ખાને કહ્યું કે, જે રીતે વરસાદ પડી રહ્યો હતો, લોકોને આશા નહોતી કે ભારત આ પ્રકારનું પ્રદર્શન કરશે. ઇંગ્લેન્ડના બોલરો હવે રોહિત શર્માને સપનામાં પણ જોશે. એટલું જ નહીં, લોકોએ કહ્યું કે વર્લ્ડ કપમાં ભારતની જીત નિશ્ચિત છે. આ વખતે ભારત વર્લ્ડ કપમાં અજેય રહેવાનો રેકોર્ડ પણ બનાવશે. યુવાનોએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના પ્રદર્શને તેમને અડધી રાત્રે ડાન્સ કરવા મજબૂર કરી દીધા છે. ટીમ ઈન્ડિયાએ ગુરુવારે રાત્રે ઈંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે, જે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 29 જૂને રમાશે.

Advertisement

આ પણ વાંચો - T20 World Cup 2024 : એક દાયકા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, શનિવારે થશે ખરાખરીનો ખેલ

આ પણ વાંચો - IND vs ENG: રોહિતે રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Advertisement

Tags :
Advertisement

.