Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતની 4 વિકેટથી જીત,2019 વર્લ્ડ કપનો બદલો લીધો

આજે 22 ઓક્ટોબરના રોજ ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ બપોરે 2 વાગ્યે શરુ થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બોલિંગ માટે ઉતરીને ભારત સામે 274...
ind vs nz  ન્યુઝીલેન્ડ સામે ભારતની 4 વિકેટથી જીત 2019 વર્લ્ડ કપનો બદલો લીધો
Advertisement

આજે 22 ઓક્ટોબરના રોજ ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચ બપોરે 2 વાગ્યે શરુ થઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બોલિંગ માટે ઉતરીને ભારત સામે 274 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો.

આજે 22 ઓક્ટોબરના રોજ ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે વર્લ્ડ કપ મેચ બપોરે 2 વાગ્યે શરુ થઈ હતી.ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી.ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બોલિંગ માટે ઉતરીને ભારત સામે 274 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો.પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા.ભારતને આ મેચ જીતવા માટે 274 રનની જરૂર હતી.ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે સૌથી વધુ 130 રન બનાવ્યા હતા.રચિન રવિન્દ્રએ 75 રન અને ગ્લેન ફિલિપ્સે 23 રનનું યોગદાન આપ્યું હતુ.આ ત્રણ સિવાય વિલ યંગ માત્ર 17 રનમાં જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો.અને ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ અને કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી.સાથે જ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.

Advertisement

Advertisement

આ વર્લ્ડ કપમાં બંને ટીમોએ અત્યાર સુધી 4-4 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2016માં પણ આ મેદાન પર મેચ રમાઈ હતી,જેમાં ભારતે અહીં જીત મેળવી હતી. ટીમ ઈન્ડીયાએ આ મેચ જીતી તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર પોંહચી છે અને સેમીફાઈનવની ઘણી નજીક છે.

274 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે.વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.તેમના સિવાય રોહિત શર્માએ 46,રવિન્દ્ર જાડેજાએ 39 અને કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા.કિવી ટીમ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી.આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 273 રન બનાવ્યા હતા.ડેરેલ મિશેલે 127 બોલમાં 130 રનની સદીની ઇનિંગ રમી હતી.જયારે રચિન રવિન્દ્રએ 87 બોલમાં 75 રન બનાવ્યા હતા.ગ્લેન ફિલિપ્સે 23 રન બનાવ્યા હતા.તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20ના આંકડાને સ્પર્શી શક્યો નથી.ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી.બુમરાહ અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Jaddu એ છોડ્યો આસાન કેચ, તો રિવાબાએ આપ્યું આવું રીએક્શન, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×