IND vs SA:દક્ષિણ આફ્રિકા સામે T20 માટે ભારતની ટીમની જાહેરાત
- T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
- સૂર્યકુમાર યાદવને કપ્તાની સોંપવામાં આવી
- ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.
IND vs SA:દક્ષિણ આફ્રિકા (IND vs SA)સામે રમાનારી 4 મેચની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કપ્તાની સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયામાં ઈન્ડિયા Aનો ભાગ રહી ચૂકેલા મોટાભાગના ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ સિવાય નીતીશ કુમાર રેડ્ડીને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. તેના સિવાય ઘણા યુવા ખેલાડીઓને ટી-20 સિરીઝમાં તક મળી છે. આફ્રિકા સામે 4 મેચની T20 સીરીઝ 8 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.
નીતિશ કુમાર રેડ્ડીએ ભાગ લીધો નથી
આ સિવાય નિતીશ કુમાર રેડ્ડીને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. તે બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીમાં સામેલ હતો. તેના બદલે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. તેના સિવાય ઘણા યુવા ખેલાડીઓને ટી-20 સિરીઝમાં તક મળી છે.
આ પણ વાંચો -Neeraj Chopra Biopic માં આ અભિનેતા તેમનો કિરદાર અદા કરશે
ભારત-આફ્રિકાનું શેડ્યુલ
આફ્રિકા સામેની 4 મેચની T20 સિરીઝ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના વિવિધ સ્થળોએ રમાશે. આ સિરીઝ 8 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બીજી મેચ 10 નવેમ્બર, ત્રીજી 13 નવેમ્બર અને ચોથી મેચ 15 નવેમ્બરે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા અહીં 5 ટેસ્ટ મેચ રમશે.
આ પણ વાંચો -IND vs NZ 2nd Test Day 2 : ટીમ ઈન્ડિયાનો ધબડકો, પ્રથમ ઇનિંગમાં બનાવ્યા માત્ર 156 રન
T-20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (c), અભિષેક શર્મા, સંજુ સેમસન (wk), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (wk), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વ્યસ્ક, યશ દયાલ.