ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ind Vs Sa:ચોથી T20માં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન

Ind Vs Sa વચ્ચે આજે છેલ્લી મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ મેદાનમાં રમાશે પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે Ind Vs Sa:સેન્ચુરિયનમાં જોરદાર પ્રદર્શન બાદ 15 નવેમ્બરે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (Ind Vs Sa)સામે ચાર મેચોની T20 સિરીઝની છેલ્લી અને ચોથી...
08:13 AM Nov 15, 2024 IST | Hiren Dave
Ind Vs Sa વચ્ચે આજે છેલ્લી મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ મેદાનમાં રમાશે પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે Ind Vs Sa:સેન્ચુરિયનમાં જોરદાર પ્રદર્શન બાદ 15 નવેમ્બરે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (Ind Vs Sa)સામે ચાર મેચોની T20 સિરીઝની છેલ્લી અને ચોથી...
IND vs SA

Ind Vs Sa:સેન્ચુરિયનમાં જોરદાર પ્રદર્શન બાદ 15 નવેમ્બરે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (Ind Vs Sa)સામે ચાર મેચોની T20 સિરીઝની છેલ્લી અને ચોથી મેચ રમવા જઈ રહી છે. ભારતીયે ટીમે બે મેચ જીતીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. તેથી, હવે સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav)એન્ડ કંપની આ મુકાબલો જીતીને સિરીઝ જીતવા પર રહેશે. સાઉથ આફ્રિકાની ટીમની નજર 2-2થી ડ્રો સાથે સિરીઝને સમાપ્ત કરવા પર રહેશે. આવી પરિસ્થિતિમાં બંને ટીમો વચ્ચે ફરી એકવાર રસપ્રદ મેચ જોવા મળી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ચોથી મેચ દરમિયાન હવામાન અને પીચની સ્થિતિ શું હશે?

પિચ કોને કરશે મદદ?

બેટ્સમેનોએ અત્યાર સુધી સિરીઝમાં પ્રભુત્વ જમાવ્યું છે. ત્રણેય મેચમાં બેટ્સમેનોએ પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ દરમિયાન સંજુ સેમસન અને તિલક વર્મા(Tilak varma)ના બેટમાંથી પણ સદીઓ જોવા મળી હતી. આ કારણે ફેન્સના મનમાં એક સવાલ છે કે ચોથી ટી-20 મેચમાં બેટ્સમેન કે બોલરનો દબદબો રહેશે? તો તમને જણાવી દઈએ કે પિચ કોને મદદ કરશે. ચોથી T20 મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ બેટ્સમેન માટે અનુકૂળ છે. અહીં સિક્સ અને ફોરનો જોરદાર વરસાદ જોવા મળી શકે છે. મેદાન પર સારા બાઉન્સને કારણે બોલ બેટ પર સરળતાથી આવી જાય છે. તેથી ચોથી મેચમાં પણ બેટ્સમેન બોલરો પર પ્રભુત્વ જમાવી શકે છે. પરંતુ સ્પિનરોને પણ પીચમાંથી ઘણી મદદ મળે છે.

વરસાદ વિલન બનશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind Vs Sa)વચ્ચે સિરીઝની અંતિમ મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ (Johannesburg Weather)મેદાન પર રમાશે. Accuweatherના રિપોર્ટ અનુસાર જોહાનિસબર્ગમાં મેચના દિવસે વરસાદની 40 ટકા સંભાવના છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે મેચ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 13 ટકા છે. એટલે કે ઈન્દ્રદેવ ચોથી ટી-20 મેચની ઉત્તેજના ભંગ કરતા ભાગ્યે જ જોવા મળશે. જોહાનિસબર્ગમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. મેદાન પર વાદળ છવાઈ શકે છે, જેનાથી બંને ટીમના ઝડપી બોલરોને ફાયદો થઈ શકે છે. ત્રીજી T20 જીત્યા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.

જાણો શું કહે છે સ્ટેડિયમના આંકડા

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 26 T20 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમોએ સમાન વર્ચસ્વ મેળવ્યું છે. કારણ કે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 13 મેચ જીતી છે, જ્યારે બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ પણ માત્ર 13 મેચ જીતવામાં સફળ રહી છે. આ મેદાનનો સર્વોચ્ચ સ્કોર 260 રનનો રહ્યો છે. હવે એવી અપેક્ષા છે કે ચોથી T20 મેચમાં રનનો વરસાદ થઈ શકે છે.

વિદેશમાં તિલકનો દબદબો

સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી T-20 મેચમાં તિલક વર્માએ બેટથી હંગામો મચાવ્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા આ યુવા બેટ્સમેને તોફાની શૈલીમાં રમીને માત્ર 51 બોલમાં પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. 191ના સ્ટ્રાઈક રેટથી રમતા તિલકે 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયા સ્કોર બોર્ડ પર 219 રન બનાવવામાં સફળ રહી હતી. તિલક ઉપરાંત, અભિષેક શર્મા પણ આ શ્રેણીમાં પ્રથમ વખત સંપર્કમાં જોવા મળ્યો હતો અને તેણે 25 બોલમાં 50 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે બોલિંગમાં અર્શદીપ સિંહે ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.

Tags :
Abhishek SharmaArshdeep SinghCricketCricket NewsIND vs SA Weather UpdateIndia vs SA 4th T20india vs south africaJohannesburg Weather 4th T20Latest Cricket NewsSanju SamsonSuryakumar YadavTilak Varma
Next Article