India And Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં BSF જવાન શહીદ
- પાકિસ્તાની ગોળીબારમાં BSF અધિકારી મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ
- સેના તેમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે - BSF
- ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા
India And Pakistan Ceasefire: જમ્મુ જિલ્લાના આરએસપુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં શનિવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા. તેમની શહાદતની પુષ્ટિ કરતા, BSF એ મોહમ્મદ ઇમ્તિયાઝના સર્વોચ્ચ બલિદાનને સલામ કરી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
We salute the supreme sacrifice made by BSF #Braveheart Sub Inspector Md Imteyaz in service of the nation on 10 May 2025 during cross border firing along the International Boundary in R S Pura area, District Jammu.
While leading a BSF border out post, he gallantly led from the… pic.twitter.com/crXeVFSgUZ
— BSF JAMMU (@bsf_jammu) May 10, 2025
8 અને 9 મેની રાત્રે થયેલા ગોળીબારમાં મોહમ્મદ ઇમ્તિયાઝ ઘાયલ થયા હતા
BSF જમ્મુએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "10 મે 2025 ના રોજ જમ્મુ જિલ્લાના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ પારથી ગોળીબાર દરમિયાન રાષ્ટ્રની સેવામાં BSFના બહાદુર સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને અમે સલામ કરીએ છીએ. BSF બોર્ડર પોસ્ટનું નેતૃત્વ કરતી વખતે, તેમણે ફ્રન્ટ લાઇન પર બહાદુરીથી નેતૃત્વ કર્યું હતું." પોસ્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે BSFના ડાયરેક્ટર જનરલ અને તમામ રેન્ક તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. રવિવારે જમ્મુના પલૌરામાં ફ્રન્ટિયર હેડક્વાર્ટર ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાશે. પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે સબ-ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ તેમના યુનિટનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમણે અનુકરણીય હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા
અમેરિકાની મધ્યસ્થી હેઠળ શનિવારે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા. બંને દેશો વચ્ચેનો યુદ્ધવિરામ સાંજે 5:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) ના કોલ બાદ યુદ્ધવિરામ શરૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, "પાકિસ્તાનના ડીજીએમઓએ તેમના ભારતીય સમકક્ષને 15:35 વાગ્યે ફોન કર્યો." મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બંને ડીજીએમઓ 12 મેના રોજ બપોરે 12:૦૦ વાગ્યે ફરી વાત કરશે.
આ પણ વાંચો: IPL 2025 New Schedule : IPL પર મોટું અપડેટ, દેશભરમાં મેચો યોજાશે... નવી તારીખો ક્યારે જાહેર થશે તે જાણો