Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DRDO : ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, નેવીને મળશે આ ઘાતક હથિયાર...

ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ સિસ્ટમ નેવી માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી રહી છે. તેનું પરીક્ષણ બુધવારે સવારે ઓડિશાના બાલાસોર કિનારે થયું હતું. લોંગ રેન્જ સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રીલીઝ...
drdo   ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું  નેવીને મળશે આ ઘાતક હથિયાર
Advertisement

ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ સિસ્ટમ નેવી માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી રહી છે. તેનું પરીક્ષણ બુધવારે સવારે ઓડિશાના બાલાસોર કિનારે થયું હતું. લોંગ રેન્જ સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોર્પિડો (SMART) નેવી માટે અચૂક શસ્ત્ર સાબિત થશે. આ સાથે નેવી પહેલા કરતા વધુ શક્તિશાળી બનશે.

પરંપરાગત ટોર્પિડો કરતાં વધુ સક્ષમ અને શક્તિશાળી...

DRDO એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાને વધારવા માટે આ સિસ્ટમ વિકસાવી રહ્યું છે. તેની શ્રેણી પરંપરાગત ટોર્પિડો કરતાં વધુ છે. DRDO નું કહેવું છે કે આ મિસાઈલ એક પ્રકારની સુપરસોનિક એન્ટી શિપ મિસાઈલ છે. તેની રેન્જ 650 કિલોમીટર સુધીની હોઈ શકે છે.

Advertisement

Advertisement

ટોર્પિડોની ક્ષમતા અનેક ગણી વધારે...

આ મધ્યમ શ્રેણીની સુપરસોનિક મિસાઈલ ટોર્પિડો અને પેરાશૂટ ડિલિવરી સિસ્ટમ લઈ જઈ શકે છે. આ સિસ્ટમ દુશ્મન દેશોની સબમરીનને સરળતા અને ચોકસાઈથી નિશાન બનાવશે. SMART સિસ્ટમની રેન્જ 20-40 કિલોમીટરની પરંપરાગત ટોર્પિડો કરતા ઘણી ગણી છે. આ મિસાઈલને જમીન પરથી મોબાઈલ લોન્ચરથી છોડવામાં આવી શકે છે. આ માટેની ટેક્નોલોજી DRDO ની વિવિધ પ્રયોગશાળાઓમાં વિકસાવવામાં આવી હતી જ્યારે અન્ય કંપનીઓ તેના સાધનોના ઉત્પાદનમાં સામેલ છે.

અત્યાધુનિક અને અદ્યતન ટેકનોલોજી સ્થાપિત...

આ મિસાઈલ સિસ્ટમને S-400 જેવા ડબ્બામાં રાખવામાં આવી છે. સિસ્ટમ પેરાશૂટ વડે ટોર્પિડો ફાયર કરે છે જે લક્ષ્યની નજીક પહોંચતા ખુલે છે. આ મિસાઈલ સિસ્ટમ અત્યાધુનિક અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.

આ પણ વાંચો : Delhi ની શાળામાં બોમ્બ મળવાની વાત ‘Fake’!, જાણો હવે આગળ શું થશે…

આ પણ વાંચો : Delhi ની શાળાઓમાં બોમ્બનો ઈમેલ આવ્યો રશિયન ડોમેઈનથી, પોલીસ લેશે ઈન્ટરપોલની મદદ

આ પણ વાંચો : દિલ્હી-NCR ની 80 જેટલી શાળાઓને બોમ્બની ધમકી, 60 થી વધુ શાળાઓને ખાલી કરાઈ, બોમ્બ-સ્ક્વોડ ઘટના સ્થળે…

Tags :
Advertisement

.

×