બિપોરજોય સામે ટકવા ભારત સજ્જ પણ પાકિસ્તાન હજું પણ બઘવાયેલું...! વાંચો, સટિક અહેવાલ..
બિપોરજોય વાવાઝોડાની આફત ભારત અને પાકિસ્તાન પર એક સરખી છે... પણ ભારત અને પાકિસ્તાનની તૈયારીઓમાં આસમાન જમીનનો ફરક છે... ભારતની તૈયારીઓ એટલી જબરદસ્ત છે કે આખુ વિશ્વ કહે છે પ્રધાનમંત્રી હોય તો મોદી જૈસા... વડાપ્રધાન મોદી એક એક તૈયારી પર...
Advertisement
બિપોરજોય વાવાઝોડાની આફત ભારત અને પાકિસ્તાન પર એક સરખી છે... પણ ભારત અને પાકિસ્તાનની તૈયારીઓમાં આસમાન જમીનનો ફરક છે... ભારતની તૈયારીઓ એટલી જબરદસ્ત છે કે આખુ વિશ્વ કહે છે પ્રધાનમંત્રી હોય તો મોદી જૈસા...
વડાપ્રધાન મોદી એક એક તૈયારી પર જાતે ધ્યાન રાખી રહ્યા છે
મૌસમ વિભાગની માનિયે તો બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવીથી લઇને પાકિસ્તાનના કરાંચીની વચ્ચે લેન્ડફોલ કરવાનું છે... આ વાવાઝોડું ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ભારે તબાહી મચાવશે તેવું માનવામાં આવી રહ્યું છે..બન્ને દેશો પર આફત સરખી જ છે પણ તૈયારીઓમાં જાણે આસમાન જમીનનો ફરક છે. એક તરફ જ્યાં ભારતમાં બિપોરજોયનો સામનો કરવા માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આખુ તંત્ર, બધાજ મંત્રી ખડેપગ ગ્રાઉંડ જીરો પર છેલ્લા 4 દિવસોથી તૈયાર છે.. વડાપ્રધાન મોદી એક એક તૈયારી પર જાતે ધ્યાન રાખી રહ્યા છે.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપાતકાલીન પરિસ્થિતિથી લડવામાટે સંપુર્ણ પણે તૈયાર છે.. ....આર્મી, નેવી, એરફોર્સ અને મૌસમ વિભાગ સજ્જ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને એમના 9 મંત્રી દરેક જિલ્લામાં અડિખમ છે. લોકોને કોઈ તકલીફ ના પડે અને ઝીરો જાનહાની માટે આખુ તંત્ર તૈયાર છે... ત્યારે પાકિસ્તાની પી.એમ. અંધારામાં ફાફાં મારતા હોય તેવું લાગી રહ્યું છે.

પાકિસ્તાન બઘવાઇ ગયું હોય એવું લાગે છે
પાકિસ્તાનમાં હજુ બિપોરજોયને લઇને એટલી ગંભીરતા નથી જણાઇ રહી,ત્યાંના લોકોને હજુ કોઈ પુછવા નથી આવ્યું, એમને એમના હાલ પર છોડી દીધા છે... આ વાવાઝોડાને લઇને પાકિસ્તાનની બેદરકારી તેને બહુ ભારે પડશે તેમ માનવામાં આવી રહ્યુ છે . ભારત માં તંત્રએ એક શ્વાસે નાગરીકોને હાલાકી ના પડે તેના માટે કમરકસી છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન બઘવાઇ ગયો હોય એવું લાગે છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેફ્ટી પ્લાન
ભારતની વાત કરીએ તો ભારતમાં બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેફ્ટી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, અને આ પ્લાનનો અમલ પણ ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યો છે.

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કરેલા સેફ્ટીપ્લાનના અમલમાં કોઇ ચૂક ન થાય તે માટે ખુદ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેના પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે
- 4 કેન્દ્રિય મંત્રી અને રાજ્યસરકારના 9મંત્રીઓ સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે રહી ઝીરો કેઝ્યુઅલીટીના અભીગમ સાથે ચાંપતી નજર રાખી રહ્યા છે તો બીજી તરફ સેનાની ત્રણેય પાંખો સહિત એન.ડી.આર.એફ, એસ.ડી.આર.એફ. અને કોસ્ટગાર્ડ સાથે ગુજરાત પોલીસ અને ફાયર વિભાગ સહિત તમામ વિભાગો દ્વારા પરિસ્થિતીને પહોંચી વળવા પુરતી તૈયારી કરી લીધી છે.

- અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખાવા-પીવાની ચીજ-વસ્તુઓની કોઇ તકલીફ ન પડે તે માટે સેના ફૂડ પેક્ટેસ અને પાણીની બોટલ્સ સહિતની તમામ સામગ્રી સાથે તૈયાર છે.

- સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરીકોના સ્થળાંતરણની કામગીરી આટોપી લેવામાં આવી છે અને એકપણ નાગરિક આ વિસ્તારમાં ફરકે નહીં તે માટે કાંઠાના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સમયાંતરે સમીક્ષા બેઠકો કરી વાવાઝોડાની પળેપળની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે

- ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી સહિત આઠ મંત્રીઓ છેલ્લા એક સપ્તાહથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ઝીરો કેઝ્યુઆલિટી સુનિશ્ચિતિ કરવા પ્રયાસ કરી રહ્યા છે
- રાજ્ય સરકારની સાથે-સાથે ભાજપનું સંગઠન પણ સીઆર પાટીલના નેતૃત્વમાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડેપગે છે
- સૌરાષ્ટ્ર કે જ્યાં બિપરજોયની સૌથી વધુ અસર થવાની સંભાવના છે ત્યાં 95 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા છે

- બિપોરજોયના સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે
- બિપરજોયના જોખમને જોતા 69 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે તો 32 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે
-સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા ૧૮૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે.
-રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની ૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે.
વાવાઝોડા બાદની સ્થિતને પહોંચી વળવા પણ આગોતરું આયોજન
સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાયા બાદ તા ૧૬ જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે. સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા ૧૮૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઢોર ઢાંખર ખુલ્લા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ખોરવાઇ જાય તો લોકોને પીવાનું પાણી સરળતાએ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ પાણી પૂરવઠા વિભાગે ગોઠવી છે.
પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે અને વોટર સપ્લાય ચાલુ રહે તે માટે કુલ મળીને રપ જેટલા જનરેટર સેટ કચ્છ, દ્વારકા અને જામનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એેટલું જ નહિ, પાંચ ડિઝલ જનરેટર સેટ મોરબીમાં બેકઅપ તરીકે તૈયાર રાખવામાં આવ્યા છે. એક ચીફ ઇજનેરને કચ્છમાં મોકલવામાં આવ્યા છે તેમજ અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓને મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર ખાતે ફરજ સોંપવામાં આવી છે.
પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે અને વોટર સપ્લાય ચાલુ રહે તે માટે કુલ મળીને રપ જેટલા જનરેટર સેટ કચ્છ, દ્વારકા અને જામનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એેટલું જ નહિ, પાંચ ડિઝલ જનરેટર સેટ મોરબીમાં બેકઅપ તરીકે તૈયાર રાખવામાં આવ્યા છે. એક ચીફ ઇજનેરને કચ્છમાં મોકલવામાં આવ્યા છે તેમજ અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓને મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર ખાતે ફરજ સોંપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગની ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર
આ ઉપરાંત વૃક્ષો ધરાશાઈ થાય તો તેને ખસેડીને રસ્તાઓ પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગની ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની ૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશા વ્યવહારને અસર ન પડે તે માટે મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ છે. આ ઉપરાંત સેટેલાઇટ ફોન્સ, વાયરલેસ નેટવર્કનો પણ જરૂર જણાયે ઉપયોગ થઇ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનની પ્રજા અલ્લાહને હવાલે..
આ તો હતી ભારતની વાત.. પરંતુ પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાની સરકાર હજુ બિપરજોયને લઇને એટલી ગંભીર નથી જણાતી ... અહીં બિપરજોયનો સામનો કરવા માટે તૈયારીઓમાં ખુંબજ ઢીલાશ અને કચાશ દેખાઇ રહી છે અને જાણે આવડા મોટા ખતરામાં જરાપણ ગંભીરના હોય અને જાણે પ્રજાને અલ્લાહને હવાલે મુકી દીધી હોય એવુ લાગી રહ્યું છે.
-પાકિસ્તાની કેન્દ્ર સરકાર અને પ્રાંતોની સરકાર વચ્ચે જાણે સમન્વયનો ખુબ મોટો અભાવ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
- પાકિસ્તાનની જનતાને બચાવવામાં તેમને સહેજપણ રસ ન હોય તેમ જણાઇ રહ્યું છે
- પાકિસ્તાનની સેના કઇ દિશામાં કામ કરવું તે પણ જાણતી ન હોય તેવી સ્થિતિ છે
- સરકારની બદરકારીથી આ વાવાઝોડામાં પાકિસ્તાનમાં કેટલું નુકસાન થશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે
- પાકિસ્તાનના તમામ મંત્રીઓ હાલ પોતાના મહેલોની અંદર મોજ કરી રહ્યા છે
- જે નુકસાન થશે તેમાંથી બહાર કઇ રીતે નીકળવું તેનો કોઇ રોડમેપ નથી
- પહેલેથી આ દેશમાં ભુખમરો છે, આ સ્થિતિમાં આ વાવાઝોડું પાકિસ્તાનને પુરુ કરી નાંખશે તેમ કહેવું ખોટુ નહીં ગણાય
- પાકિસ્તાન વાવાઝોડા સામે લડવા કરતા અંદોર-અંદરના રાજકારણમાં તૂટી રહ્યુ હોય તેવી સ્થિતિ છે
- રાહત કેમ્પમા સતત લોકોની ફરીયાદ છે કે તેમના માટે કોઇપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી
- પાકિસ્તાનમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે ન તો પૂરતા ફૂડ પેક્ટેસની વ્યવસ્થા છે ન તો જરૂરી સાધન સામગ્રીની

ભારતનું હવામાન વિભાગ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે
આ બધા વચ્ચે ભારત દેશ તેનો પડોશી ધર્મ નિભાવવાથી ચુક્યું નથી, પાકિસ્તાનને આ કપરા સંજોગોનો સામનો કરવા માટે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે, પાકિસ્તાન પાસે પોતાનું કોઇ સશક્ત હવામાન વિભાગ નથી જેથી ભારતનું હવામાન વિભાગ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, અને દર ત્રણ કલાકે રિપોર્ટ મોકલી તેને વાવાઝોડાનો સામનો કરવા માટે મદદ કરી રહ્યું છે.


