Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ આફ્રિકન દેશને લઈને મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું - શક્ય એટલો વહેલા દેશ છોડો

આફ્રિકન દેશ નાઈઝરમાં સત્તાપરિવર્તન વચ્ચે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. મોદી સરકારે કહ્યું છે કે, જેટલું શક્ય બને તેટલું વહેલા ભારતીય નાગરિક નાઈઝર છોડી દે. નાઈઝરમાં સેનાએ સત્તાપરિવર્તન કરતા રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવીને દેશની કમાન પોતે સંભાળી લીધી છે....
આ આફ્રિકન દેશને લઈને મોદી સરકારે જાહેર કરી એડવાઈઝરી  કહ્યું   શક્ય એટલો વહેલા દેશ છોડો
Advertisement

આફ્રિકન દેશ નાઈઝરમાં સત્તાપરિવર્તન વચ્ચે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. મોદી સરકારે કહ્યું છે કે, જેટલું શક્ય બને તેટલું વહેલા ભારતીય નાગરિક નાઈઝર છોડી દે. નાઈઝરમાં સેનાએ સત્તાપરિવર્તન કરતા રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવીને દેશની કમાન પોતે સંભાળી લીધી છે.

એડવાઈઝરી જાહેર કરી

આફ્રિકન દેશ નાઈઝરમાં લગભગ બે સપ્તાહ પહેલા તખ્તાપલટ વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, નાઈઝરમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર અમે બારિકાઈથી નજર રાખેલી છે. હાલની સ્થિતિને જોતા જે ભારતીય નાગરિકો નાઈઝરમાં રહેવું જરૂરી નથી તેમણે વહેલામાં વહેલી તકે નાઈઝર છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.

Advertisement

વધુમાં તેમણે કહ્યું કે, નાઈઝરમાં રહેતા ભારતીય નાગરિકો તેનું ધ્યાન રાખે કે નાઈઝરમાં હાલ હવાઈ સેવા બંધ છે એવામાં જો તેઓ રોડ માર્ગે દેશ છોડી રહ્યાં છે તો સેફ્ટી અને સિક્યોરિટીને લઈને વધારે સાવધાની રાખો.

Advertisement

એડવાઈઝરીમાં વધુમાં કહેવાયું છે કે, જે લોકો આવનારા દિવસોમાં નાઈઝર જવાનો પ્લાન કરી રહ્યાં છે તેમને પણ સ્થિતિ સામાન્ય થવા સુધી આ પ્લાન પર વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ નાઈઝરની રાજધાની નિયામી સ્થિત ભારતીય દૂતાવાસમાં જેમણે હાલ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને તે સલાહ આપવામાં આવે છે કે જલ્દી ભારતીય દૂતાવાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવો.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ઈમર્જન્સી સંપર્ક માટે પણ સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ઈમર્જન્સી સ્થિતિમાં ભારતીય નાગરિક નિયામી સ્થિત ભારતીય દૂતાવાસના નંબર + 227 9975 9975 પર સંપર્ક કરી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને જ્યારે પુછવામાં આવ્યુ કે, હાલ નાઈઝરમાં કેટલા ભારતીય નાગરિક છે? જેના જવામાં તેમણે કહ્યું કે, ત્યાં લગભગ 250 ભારતીય નાગરિકો છે.

શું થઈ રહ્યું છે નાઈઝરમાં?

નાઈઝરમાં સેનાએ રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવી દઈ દેશની કમાન સંભાળી લીધી છે, લગભગ બે સપ્તાહ ચાલેલા નાઈઝરના રાષ્ટ્રપતિ મોહમ્મદ બજૌમને સેનાએ કસ્ટડીમાં લઈ દેશનો કંટ્રોલ પોતે લેવાની જાહેરાત કરી દીધી હતી. કોઈ દેશ મદદ માટે આવે નહી તે માટે સેનાએ પોતાની નાઈઝર બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે.

શું છે કારણ?

નાઈઝરમાં સત્તાપરિવર્તનનું કારણ નાઈઝરના રાષ્ટ્રપતિ મોહમ્મદ બજૌમને ગણાવવામાં આવી રહ્યાં છે. ચૂંટણી સમયથી જ બજૌમ પર આરોપ લાગતો રહ્યો છે કે, તેઓ દેશના મૂળ નિવાસી નથી પણ બહારના છે. વાસ્તવમાં મોહમ્મદ બજૌમ અરબ માઈનોરિટી ગૃપમાંથી છે જેનો સંબંધ મિડલ ઈસ્ટ સાથે રહ્યો છે. જોકે આ સમુદાય ઘણાં સમય પહેલા આફ્રિકામાં વસ્યો છે પણ સ્થાનિક લોકોએ હજુ સુધી તેમને સ્વીકાર્યાં નથી.

આ પણ વાંચો : ભારત સરકારે GOOGLE CHROME યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી, આપી આ સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×