Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Justice Report 2025: ગુજરાત અને ભારતના ન્યાયતંત્રની ચિંતાજનક સ્થિતિ

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ઓવરઓલ રેન્કિંગમાં દેશમાં 11માં ક્રમે છે. પોલીસ, જ્યુડીશિયરી, પ્રિઝનના આધારે રેન્કિંગ જાહેર કરાયુ છે.
india justice report 2025  ગુજરાત અને ભારતના ન્યાયતંત્રની ચિંતાજનક સ્થિતિ
Advertisement
  • ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025નું રેન્કિંગ જાહેર
  • ગુજરાત અને ભારતના ન્યાયતંત્રની ચિંતાજનક સ્થિતિ
  • પોલીસ અને ન્યાયતંત્રની સ્થિતિ વિશે ચોંકાવનારા આંકડા

India Justice Report (IJR) 2025 એ ભારતના ન્યાય, પોલીસ અને ન્યાયતંત્રની સ્થિતિ વિશે ચોંકાવનારા આંકડા સામે લાવ્યા છે. આ રિપોર્ટમાં ગુજરાતનું રેન્કિંગ, મહિલાઓનું પ્રતિનિધિત્વ, જેલોની ભીડ અને ન્યાયાધીશોની અછત જેવી અનેક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ ટાટા સન્સની પહેલથી શરૂ થયો હતો અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ અને વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના સહયોગથી તૈયાર થયો છે. આ લેખમાં રિપોર્ટની મુખ્ય વિગતો અને ગુજરાતની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ગુજરાત ઓવરઓલ રેન્કિંગમાં દેશમાં 11માં ક્રમે

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025નું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત ઓવરઓલ રેન્કિંગમાં દેશમાં 11માં ક્રમે છે. પોલીસ, જ્યુડીશિયરી, પ્રિઝનના આધારે રેન્કિંગ જાહેર કરાયુ છે. 5.07ના સ્કોર સાથે ગુજરાત દેશમાં 11માં ક્રમે છે. વર્ષ 2022માં ગુજરાત દેશમાં ચોથા ક્રમાંકે હતું. પોલીસમાં 33 ટકા અનામત સામે 16.7 ટકા મહિલાઓ હાલ કાર્યરત છે. રિપોર્ટ અનુસાર, ગુજરાત પોલીસ વિભાગમાં 33 ટકા મહિલા અનામતે પહોંચતા લગભગ 13 વર્ષ લાગી જશે. પોલીસ વિભાગમાં મહિલા અધિકારી માત્ર 10 ટકા જ છે. રિપોર્ટ અનુસાર, પોલીસ સ્ટેશનદીઠ 3 ને બદલે મહિલા PSI 0.5 ટકા છે.

Advertisement

પ્રેસ ફ્રીડમમાં 180 દેશોમાંથી 169મું સ્થાન

ભારતમાં ન્યાય, પોલીસ અને ન્યાયતંત્રની સ્થિતિ વિશે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટે કેટલીક ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે લાવી છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં ભારતનું 193 દેશોમાંથી 134નું સ્થાન છે. જ્યારે પ્રેસ ફ્રીડમમાં 180 દેશોમાંથી 169મું સ્થાન છે. દેશમાં 176 જેલમાં 200 ટકા કરતાં વધુ કેદીઓ ભરેલા છે. દેશના કુલ કેસોના 4 ટકા સુઓ મોટો લેવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ 140 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં ન્યાયાધીશોની સંખ્યા માત્ર 21 હજાર 285 છે. આમ, દેશમાં દર 10 લાખ વસ્તીએ માત્ર 15 ન્યાયાધીશ છે. આ 1987માં કાયદા પંચ દ્વારા સૂચવવામાં આવેલી ઓછામાં ઓછા ન્યાયાધીશોની સંખ્યા કરતા પણ ઘણી ઓછી છે. ત્યારે પંચે સૂચવ્યું હતું કે, દર 10 લાખ લોકો માટે ઓછામાં ઓછા 50 ન્યાયાધીશો હોવા જોઈએ. જો આપણે આ દ્રષ્ટિકોણથી જોઈએ તો દેશમાં દર 10 લાખ લોકો દીઠ આશરે 35 ન્યાયાધીશો ઓછા છે જે ખૂબ ચિંતાજનક છે. કોર્ટમાં મોટા પાયે કેસ પેન્ડિંગ રહેવાના ઘણા કારણોમાંનું આ એક કારણ છે.

Advertisement

હાઈકોર્ટમાં 33 ટકા, જિલ્લા અદાલતોમાં 21 ટકા જગ્યાઓ ખાલી

રિપોર્ટ પ્રમાણે હાઈકોર્ટમાં ઓછામાં ઓછી 33 ટકા અને જિલ્લા અદાલતોમાં 21 ટકા જગ્યાઓ ખાલી છે. ન્યાયતંત્રના સ્તરે એક સુધારો એ છે કે 2017 માં જિલ્લા અદાલતોમાં મહિલા ન્યાયાધીશોનું પ્રતિનિધિત્વ માત્ર 30 ટકા હતું. જે 2025માં વધીને 38 ટકાથી વધુ થઈ ગયું છે. આ રિપોર્ટ બહાર પાડવાની પહેલ ટાટા સન્સ દ્વારા કરવામાં આવી હતી. તેનો પહેલો અહેવાલ વર્ષ 2019માં આવ્યો હતો. આ રિપોર્ટ સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવ અને વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી જેવી ઘણી સંસ્થાઓના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : CBIએ સાયબર ક્રાઇમ સામે ઓપરેશન ચક્ર-V શરૂ કર્યું; 4 મુખ્ય ગુનેગારોની ધરપકડ

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટની મોટી વાતો

ગુજરાત પોલીસમાં 33 ટકા મહિલા અનામત સામે માત્ર 16.7 ટકાનો સ્ટાફ છે. જેમાં મહિલા અધિકારીઓ માત્ર 10 ટકા છે. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સરેરાશ 3 મહિલા સબ ઈન્સ્પેક્ટર હોવી જોઈએ જેની સામે માત્ર 0.5 છે. ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટના ઓવરઓલ રેન્કિંગમાં 5.07ના સ્કોર સાથે ગુજરાત દેશમાં 11માં સ્થાને છે. 2022માં રાજ્યનું રેન્કિંગ ચોથા ક્રમે હતું. ગુજરાત પોલીસ વિભાગમાં 33 ટકા અનામત મેળવતા 13.1 વર્ષનો સમય લાગશે. રિપોર્ટ મૂજબ રાજ્યની હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પૈકી 15.2 ટકા કેસ એવા છે કે જે 20 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ છે. જ્યારે 29.6 ટકા કેસ 10 થી 20 વર્ષથી પેન્ડિંગ છે. પાંચ વર્ષ સુધીના સમયગાળામાં પેન્ડિંગ કેસોની સંખ્યા 55.2 ટકા અને 24.8 ટકા કેસ 20 વર્ષ કે તેથી વધુ સમયથી પેન્ડિંગ છે. હ્યુમન રિસોર્સમાં 4.51ના સ્કોર સાથે ગુજરાત 11માં સ્થાને જ્યારે જ્યુડિશિયરીમાં 4.65ના સ્કોર સાથે 14માં સ્થાને છે. લિગલ એઈડમાં 5.28ના સ્કોર સાથે ગુજરાત 13માં સ્થાને છે. રિપોર્ટ પ્રમાણે સ્ટેટ હ્યૂમન રાઈટ્સ કમિશન 2.74ના સ્કોર સાથે 20માં સ્થાને છે.

સમગ્ર પોલીસ સ્ટેશનોમાંથી 78 ટકા વિમેન હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ છે. જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓની હિસ્સેદારી 38 ટકા છે. સમગ્ર જેલોમાંથી 86 ટકા જેલોમાં વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા ઉપલબ્ધ છે. કાનૂની સહાય પર માથાદીઠ ખર્ચ રૂ.6.46 સુધી પહોંચી ગયો છે. રાજ્ય પોલીસમાં 33 ટકા મહિલા અનામત ક્વોટા હોવા છતાં, આ લક્ષ્યાંક પૂર્ણ થયો નથી તેવુ સ્પષ્ટ જણાય છે. જિલ્લા ન્યાયતંત્રમાં STનો હિસ્સો 5 ટકા અને SCનો હિસ્સો 14 ટકા છે. પોલીસ વિભાગમાં STનો હિસ્સો 12 ટકા અને SCનો હિસ્સો 17 ટકા છે. 59 ટકા SC/ST/OBC હોવા છતાં, ઉચ્ચ હોદ્દાઓ પર અસમાનતા જોવા મળે છે. પેટાકાનૂની સ્વયંસેવકોની સંખ્યા અત્યંત નીચા સ્તરે છે.

આ પણ વાંચો :  Waqf Bill : સાચી માહિતી લોકો સુધી પહોંચડવા BJP નું 'વકફ જનજાગરણ' અભિયાન

17 ટકા પોલીસ સ્ટેશનોમાં એકપણ CCTV નથી

રાષ્ટ્રભરની જેલોમાં ફક્ત 25 સાયકોલોજિસ્ટ જ ઉપલબ્ધ છે. 20.3 લાખ પોલીસ ફોર્સમાં વરિષ્ઠ રેન્કમાં 1 હજારથી ઓછી મહિલાઓ છે. લગભગ 17 ટકા પોલીસ સ્ટેશનોમાં એકપણ CCTV નથી. હાઈકોર્ટમાં 33 ટકા અને જિલ્લા ન્યાયતંત્રમાં 21 ટકા જગ્યા ખાલી છે. પોલીસમાં 28 ટકા અધિકારી અને 21 ટકા કોન્સ્ટેબલની જગ્યાઓ ખાલી છે. પ્રતિ લાખ વસ્તીએ દેશમાં માત્ર 120 પોલીસકર્મી જ ઉપલબ્ધ છે. જેલ સ્ટાફમાં 44 ટકા જગ્યા ખાલી છે. જેલોમાં 775 કેદી દીઠ માત્ર 1 જ ડૉક્ટર સેવા આપી રહ્યા છે. પોલીસમાં 59 ટકા SC/ST,OBC પણ ઉચ્ચ હોદ્દામાં અસમાનતા જોવા મળે છે. હાઈકોર્ટના 698 ન્યાયાધીશોમાંથી ફક્ત 37 જ SC અને ST છે.

ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 દર્શાવે છે કે ભારતની ન્યાય, પોલીસ અને જેલ વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. મહિલાઓ અને SC/ST/OBCનું ઓછું પ્રતિનિધિત્વ, ખાલી જગ્યાઓ, અપૂરતી સુરક્ષા વ્યવસ્થા (જેમ કે CCTVનો અભાવ), અને જેલોમાં ચિકિત્સા સુવિધાઓની અછત ચિંતાનો વિષય છે. જોકે, વિમેન હેલ્પ ડેસ્ક, વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા અને જિલ્લા ન્યાયતંત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી સકારાત્મક પાસાં છે. આ ખામીઓ દૂર કરવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને સમાવેશી બની શકે.

આ પણ વાંચો : VADODARA : વ્હાલી દીકરી યોજનાના લાભાર્થી સુધી પહોંચવા અનોખો પ્રયાસ

Tags :
Advertisement

.

×