ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

INDIA OVERTAKE CHINA : અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવામાં ભારત પ્રથમ

INDIA OVERTAKE CHINA : 2025 સુધીમાં ભારતમાં બનેલા સ્માર્ટફોનના અમેરિકામાં શિપમેન્ટમાં 240 ટકાનો વધારો થવાની આશા - રિસર્ચ
03:28 PM Jul 30, 2025 IST | PARTH PANDYA
INDIA OVERTAKE CHINA : 2025 સુધીમાં ભારતમાં બનેલા સ્માર્ટફોનના અમેરિકામાં શિપમેન્ટમાં 240 ટકાનો વધારો થવાની આશા - રિસર્ચ

INDIA OVERTAKE CHINA : ભારતીયો માટે સારા સમાચાર (GOOD NEWS) સામે આવ્યા છે. હકીકતમાં ભારતે અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય (SMARTPHONE SUPPLY TO USA) કરવામાં ચીનને પાછળ છોડી દીધું છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારતે સ્માર્ટફોન સપ્લાયરના મામલામાં ચીનને પાછળ છોડી દીધું છે. રિસર્ચ ફર્મ કેનાલિસ (CANALYS RESEARCH REPORT) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા પરના નવા અહેવાલ મુજબ, 2025 સુધીમાં ભારતમાં બનેલા સ્માર્ટફોનના અમેરિકામાં શિપમેન્ટમાં 240 ટકાનો વધારો થવાની આશા છે. ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે તેમાં કોઈ શંકા નથી.

ભારતે પહેલી વાર ચીનને પાછળ છોડી દીધું

રિસર્ચ ફર્મ કેનાલિસના એક અહેવાલ મુજબ, અમેરિકામાં મોકલવામાં આવતા તમામ સ્માર્ટફોનમાંથી 44 ટકા ભારતમાં બનાવવામાં આવે છે. ગયા વર્ષે આ સંખ્યા માત્ર 13 ટકા હતી. તે જ સમયે ચીન 2024 માં 61 ટકા સ્માર્ટફોન યુએસ મોકલતું હતું, તે આ વર્ષે ઘટીને માત્ર 25 ટકા થઈ ગયું છે.

એપલ ભારત માટે ખાસ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં એપલ ભારતમાં તેના ઉત્પાદનને ઝડપથી વિસ્તારી રહ્યું છે, એપલના આ પ્રયાસથી ભારતને ફાયદો થઈ રહ્યો છે. આ અંગે કેનાલિસના મુખ્ય વિશ્લેષક સંયમ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, 2025 ના બીજા ક્વાર્ટરમાં પહેલીવાર ભારત અમેરિકામાં વેચાતા મોટાભાગના સ્માર્ટફોનનું ઉત્પાદન કેન્દ્ર બન્યું છે. આનું મુખ્ય કારણ અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ હતો, જેના કારણે એપલે ભારતમાં પોતાનો ઉત્પાદન આધાર વધાર્યો છે. એપલ ઉપરાંત, સેમસંગ અને મોટોરોલા જેવી અન્ય બ્રાન્ડ્સે પણ ભારતમાં બનેલા તેમના સ્માર્ટફોન યુએસ મોકલવાનું શરૂ કર્યું છે, પરંતુ એપલની તુલનામાં તેમનું યોગદાન હજુ પણ ઘણું ઓછું છે.

સ્માર્ટફોન કંપનીઓની વ્યૂહરચના

તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ અને વેપાર નીતિને લઈને વાટાઘાટો ચાલુ છે. આ કારણે, સ્માર્ટફોન કંપનીઓએ તેમની ઉત્પાદન વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાનું શરૂ કર્યું છે. એપલની વ્યૂહરચનાના ભાગ રૂપે, તે તેના મોટાભાગના આઇફોન ભારતમાં બનાવશે. આમાં iPhone 16 અને iPhone 15 જેવા મોડેલો અને સ્માર્ટફોનના Pro મોડેલોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં એપલ હજુ પણ આ મોડેલોના મોટા પાયે ઉત્પાદન માટે ચીન પર આધાર રાખતું હતું, જે ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. એપલે ભારતમાં iPhone 16 Pro ના કેટલાક મોડેલ્સનું એસેમ્બલિંગ પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો ---- UPI New Rules From 1 August 2025: UPI માં મોટા ફેરફાર, બેલેન્સ ચેકથી લઈને Auto pay સુધી બધું બદલાઈ જશે

Tags :
AmericaChinaGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHugeinIndiamobileNEWopenOpportunityovertakesuccessSupplytoworld news
Next Article