India-Pakistan : લાહોરમાં પાક. PM શાહબાઝ શરીફના ઘર પાસે ડ્રોન હુમલો! સેનામાં ભયનો માહોલ
- India-Pakistan તંગદિલી વચ્ચે આવ્યા મોટા સમાચાર
- ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની સેનામાં ફફડાટ!
- પાક. સેના પોતાનાં PM નાં ઘરને પણ બચાવી શકતી નથી!
- પાકિસ્તાનનાં પીએમ શાહબાઝ શરીફનું પૈતૃક નિવાસસ્થાન પાસે થયો ડ્રોન હુમલો!
India-Pakistan : જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલામાં (Pahalgam Tarror Attack) 26 નિર્દોષ પર્યટકોનાં મોત નીપજ્યા હતા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાન-POK માં આવેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. ત્યાર બાદથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે અને હવે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલા થઈ રહ્યા છે જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ (Indian Air Defence System) દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા છે. દરમિયાન, પાકિસ્તાનનાં પીએમ શાહબાઝ શરીફનું પૈતૃક નિવાસસ્થાન પણ આ ડ્રોન હુમલાથી અસ્પૃશ્ય ન રહ્યું.
આ પણ વાંચો - India-Pakistan : ભારતની સૈન્ય તાકાત સામે 'દેવાળિયા' પાકિસ્તાનની આવી છે સ્થિતિ!
ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનામાં જબરદસ્ત ગભરાટ
પાકિસ્તાનની અવળચંડાઈ સામે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનામાં (Pakistan Amry) જબરદસ્ત ગભરાટ ફેલાઈ ગયો છે. તે પોતાનાં વડાપ્રધાનને પણ સુરક્ષા આપી શકતી નથી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આજે વહેલી સવારે પાકિસ્તાન દ્વારા ભારત પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી, જ્યારે ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવ્યું, ત્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું.
આ પણ વાંચો - OperationSindoor2 : ભારત અંગે PAK સંરક્ષણ પ્રધાનનો જવાબ સાંભળી US એન્કર પણ ગુસ્સે થઈ!
પીએમ શાહબાઝ શરીફનું પૈતૃક નિવાસસ્થાન પાસે થયો ડ્રોન હુમલો!
ભારતીય વાયુસેનાનાં ડ્રોન સિયાલકોટથી લાહોર અને ઇસ્લામાબાદમાં (India-Pakistan) પ્રવેશ્યા. પાકિસ્તાનનાં પીએમ શાહબાઝ શરીફનું (PM Shahbaz Sharif) પૈતૃક નિવાસસ્થાન પણ આનાથી અસ્પૃશ્ય ન રહ્યું. લાહોરમાં તેમના ઘર પાસે ડ્રોન હુમલો થયો હતો. આ હુમલા બાદ પાકિસ્તાની સેના ગભરાટમાં છે. તે પોતાના પીએમના ઘરને બચાવી શકતી નથી. જોકે, જ્યારે આ ઘટના બની ત્યારે શાહબાઝ લાહોરમાં નહીં પણ રાજધાની ઇસ્લામાબાદમાં હતા.
આ પણ વાંચો - OperationSindoor2 : 'આતંકીસ્તાન' ના મિત્ર દેશ 'ડ્રેગન' એ પણ છેડો ફાડ્યો!