India-Pakistan Tension :...તો પાકિસ્તાન તહેસનહેસ થઇ જશે!, બાબા વેંગાની ભવિષ્યવાણી વાયરલ
- દુનિયાભરમાં મોટી ઘટનાઓ બાદ બાબા વેંગાની ભવિષ્યવાણી ચર્ચામાં આવે છે
- હાલમાં પાકિસ્તાનની બર્બાદીની ભવિષ્યવાણી સોશિયલ મીડિયામાં વાયરલ
- આતંકી હુમલા બાદથી ભારત પાકિસ્તાનને ઘેરી રહ્યું છે
India-Pakistan Tension : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ભારતની ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. આ હુમલાની ઘટના પછી ભારતીય સેનાના ત્રણેય વડાઓ સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપી છે. જે અનુસાર ભારતીય સેના પોતે લક્ષ્ય અને સ્થળ નક્કી કરશે. પીએમ મોદીના આ નિવેદન પછી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહીના વિચારથી થથરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે દાવો કર્યો હતો કે, ભારત આગામી 24 થી 36 કલાકમાં લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
અલ કાયદા દ્વારા 9/11 ના હુમલા સહિત ઘણી આગાહીઓ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતી વચ્ચે લોકો પૂછી રહ્યા છે કે શું બાબા વેંગાની 2025 માટેની આગાહી (Baba Vanga Predictions)) સાચી પડશે ? બાબા વેંગા પોતાની ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં જાણીતા છે. બાબા વેંગાનો જન્મ 1911 માં બલ્ગેરિયામાં થયો હતો 1996 માં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. બાબા વેંગાએ માત્ર 12 વર્ષની ઉંમરે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાબા વેંગાએ સોવિયેત યુનિયનના વિઘટન અને અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11 ના હુમલા સહિત ઘણી આગાહીઓ કરી હતી, જે બાદમાં સાચી પડી હતી.
કોઈ સ્પષ્ટ કે સીધી આગાહી કરી નથી
બાબા વેંગાએ દુનિયાભરની ઘટનાઓ અંગે ઘણી આગાહીઓ કરી છે, પરંતુ તેમણે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિશે અથવા ખાસ કરીને પાકિસ્તાનના વિનાશ વિશે કોઈ સ્પષ્ટ કે સીધી આગાહી કરી નથી. જો કે, ભારત અને પાકિસ્તાન દરમિયાન તણાવની સ્થિતી વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે અનુસાર, જો યુદ્ધ થાય તો પાકિસ્તાન તહસ-નહસ થઇ જશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ટુકડાઓમાં વિભાજીત થાય તો નવાઇ નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણની શક્યતા વધી ગઈ છે. આ હુમલા પછીની પરિસ્થિતિ જોતાં યુદ્ધનો ખતરો વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ભારતની લશ્કરી શક્તિ અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા, જો યુદ્ધ થાય તો ભવિષ્યમાં પાકિસ્તાન બરબાદ થાય અને તેનું ટુકડાઓમાં વિભાજીત થાય તો નવાઇ નહીં. સાથે જ દેશનો નકશો બદલાઇ જવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો --- 15 દિવસ માટે આવેલા યુવકે ભારતમાં 17 વર્ષ વિતાવ્યા, મતદાન કર્યાનો ગંભીર દાવો


