KUTCH : કચ્છના કલેક્ટરે લોકોને 'નાગરિક ધર્મ' નિભાવવા અપીલ કરી
- કચ્છના જિલ્લા કલેક્ટરે નાગરિક જોગ અપીલ કરી
- યુદ્ધના સમયે સરકારી તંત્રના સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું
- વીડિયોના માધ્યમથી આનંદ પટેલની અપીલ સામે આવી
KUTCH : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી (INDIA PAKISTAN TENSION) સ્થિતી છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારોમાં રાત્રીના સમયે ડ્રોન તથા મિસાઇલ મારફતે હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેનો ભારતીય સેના અને સુરક્ષા પ્રણાલી યોગ્ય રીતે જવાબ આપી રહી છે. આ વચ્ચે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના કલેક્ટર (KUTCH COLLECTOR) આનંદ પટેલે (ANAND PATEL - IAS) લોકોને નાગરિક ધર્મ નિભાવવાની અપીલ કરી છે. સાથે જ સ્વયંભૂ રીતે સંપૂર્ણ બ્લેક આઉટમાં સહભાગી બનવા જણાવ્યું છે.
યુદ્ધ સમયે કારગર નિવડતા ઉપાયો અજમાવાયા
રાજ્ય સહિત દેશના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાનો ભારતની સેના જડબાતોડ જવાબ આપી રહી છે. સાથે જ સરહદી વિસ્તારમાં બ્લેક આઉટ જેવા યુદ્ધ સમયે કારગર નિવડતા ઉપાયો પણ નિયમીત રીતે સરકારી તંત્ર દ્વારા અજમાવાઇ રહ્યા છે. આ વચ્ચે કચ્છના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે લોકોને નાગરિક ધર્મ નિભાવવાની અપીલ કરી છે.
નાગરિકોને સચેત કરવામાં આવ્યા
આનંદ પટેલે જણાવ્યું છે કે, દરેક નાગરિકો રાત્રે તમામ લાઇટ બંધ રાખીને સ્વયંભૂ સંપૂર્ણ બ્લેક આઉટમાં સહભાગી બને તે જરૂરી છે. સાથે જ લોકોને તંત્રની સૂચનાઓનું ગંભીરતાપૂર્વક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને સચેત કરવામાં આવ્યા છે કે, કોઇ પણ ખોટી અફવાહોથી દોરાઇને ગભરાવવાની કોઇ જરૂર નથી.
વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે અપીલ
તેમણે વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઇ પણ વિવાદીપ પોસ્ટ કરવી નહીં. પોતાના પરિવારના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિ કરવા માટે ઘરની અંદર જ તમામને રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અંતમાં કચ્છીજનોએ બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળીને વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો --- India- Pakistan War : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં રેલી