India-Pakistan tension : ગુજરાતના કચ્છમાં ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું
- હાઈટેન્શન લાઈન સાથે અથડાયું હતું ડ્રોન
- પશ્ચિમ કચ્છ પોલીસે એરફોર્સને કરી જાણ
- ડ્રોનના ટુકડાં એરફોર્સને સોંપવામાં આવ્યાં
India-Pakistan tension : કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન ક્રેશ થયુ છે. જેમાં હાઈટેન્શન લાઈન સાથે ડ્રોન અથડાયું હતુ. તેમાં પશ્ચિમ કચ્છ પોલીસે એરફોર્સને જાણ કરી છે. ડ્રોનના ટુકડાં એરફોર્સને સોંપવામાં આવ્યા છે. તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રોન અંગે તપાસ થઇ રહી છે. ડ્રોન ખાવડા રણ વિસ્તારમાં પસાર થતી હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા બ્લાસ્ટ થયો હતો. ડ્રોનના ટુકડા એરફોર્શને સોંપવામાં આવ્યા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન ક્રેશ
હાઈટેન્શન લાઈન સાથે અથડાયું હતું ડ્રોન
પશ્ચિમ કચ્છ પોલીસે એરફોર્સને કરી જાણ
ડ્રોનના ટુકડાં એરફોર્સને સોંપવામાં આવ્યાં
સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રોન અંગે તપાસ@SPWestKutch @SP_EastKutch @IAF_MCC #kutch #Drone #BorderSecurity #IndianAirForce… pic.twitter.com/UDsAD8XDMD— Gujarat First (@GujaratFirst) May 8, 2025
કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે કચ્છથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છના ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું છે. વીજ તાર સાથે ડ્રોન અથડાયા બાદ નીચે પડ્યું છે. ખાવડા નજીક શંકાસ્પદ ડ્રોન દેખાયું છે. પશ્ચિમ કચ્છ પોલીસે ભુજ એરફોર્સને જાણ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ડ્રોન અંગે તપાસ શરૂ કરી છે. ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પીલીસ તંત્ર સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે.
શંકાસ્પદ વસ્તુનો કબ્જો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો
આ મામલે પોલીસે જણાવ્યું છે કે તે ખાવડા નજીક કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવતા પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને શંકાસ્પદ વસ્તુનો કબ્જો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.