India Pakistan War 2025 : સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા કર્યું સૂચન
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ ફરી ગુજરાતના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.
Advertisement
- કચ્છના ભૂજમાં ફરી બ્લેકઆઉટ
- ભૂજમાં તમામ દુકાનોને બંધ કરવા આદેશ અપાયો
- રાત્રે 8 વાગ્યા બાદ લોકોએ બંધ કરી લાઇટો
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલી તણાવભરી સ્થિતી ચાલી રહી છે. ત્યારે ગત રોજ પાકિસ્તાન દ્વારા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તેમજ સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આજે કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.

