Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War : જમ્મુ ક્ષેત્રમાં ફરી Black Out, પાક. ના બહાવલનગરમાં જોરદાર વિસ્ફોટ-ગોળીબાર

જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે. આ દરમિયાન સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે.
india pakistan war   જમ્મુ ક્ષેત્રમાં ફરી black out  પાક  ના બહાવલનગરમાં જોરદાર વિસ્ફોટ ગોળીબાર
Advertisement
  1. ભારતનાં 'ઓપરેશન સિંદૂર' બાદથી બોખલાયું પાકિસ્તાન (India-Pakistan War)
  2. પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો
  3. ભારતે 8 મિસાઇલો તોડી પાડી છે, જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર Black Out
  4. પાકિસ્તાનના પંજાબમાં બહાવલનગર છાવની નજીક જોરદાર વિસ્ફોટનાં સમાચાર

India-Pakistan War : ભારતનાં 'ઓપરેશન સિંદૂર' (OperationSindoor2) બાદથી પાકિસ્તાન બોખલાઈ ગયું છે. આતંકવાદીઓ પર હુમલો કર્યા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ (Jammu) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો તોડી પાડી છે. તે જ સમયે, ભારતની જવાબી કાર્યવાહી પણ ચાલુ છે. જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે. આ દરમિયાન સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - India-Pakistan War : શાહબાઝ સરકાર સામે ઇમરાન ખાનના સમર્થકોનો ઊગ્ર રોષ, મોડી રાતે સડકો પર ઉતર્યા

Advertisement

Advertisement

જમ્મુ ક્ષેત્રમાં ફરી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો

પાકિસ્તાન તરફથી હુમલાની શક્યતાઓ વચ્ચે જમ્મુ ક્ષેત્રમાં ફરીથી બ્લેકઆઉટ (Black Out) લાદવામાં આવ્યો છે. આ દરમિયાન, સાયરન પણ વાગવા લાગ્યા છે. નાગરિકોની સુરક્ષા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ભારતીય સેના પાકિસ્તાની હુમલાનો યોગ્ય જવાબ (India-Pakistan War) આપી રહી છે. અહેવાલ અનુસાર, પાકિસ્તાનના પંજાબમાં બહાવલનગર છાવની નજીક જોરદાર વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોરદાર વિસ્ફોટ અને ગોળીબારના અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો.

આ પણ વાંચો - India-Pakistan : પાકિસ્તાનમાં રાજકીય-લશ્કરી અસ્થિરતા, આર્મી ચીફ અસીમ મુનીરને હટાવવાની માગ!

ભારત-પાકિસ્તાન નૌકાદળો અરબી સમુદ્રમાં ફાયરિંગ કવાયત કરશે

ભારત અને પાકિસ્તાને (Pakistan) અરબી સમુદ્રમાં વિવિધ સ્થળોએ નૌકાદળ ફાયરિંગ કવાયત માટે સૂચના જારી કરી છે. ઉદાહરણ તરીકે, 8-13 મે દરમિયાન, ભારતીય નૌકાદળ (Indian Navi) અરબી સમુદ્રનાં વિવિધ ભાગોમાં ફાયરિંગ કવાયત કરશે. તે જ સમયે, પાકિસ્તાની નૌકાદળે 9-12 મે દરમિયાન ફાયરિંગ કવાયતની પણ યોજના બનાવી છે.

આ પણ વાંચો - India-Pakistan : ભારતની સૈન્ય તાકાત સામે 'દેવાળિયા' પાકિસ્તાનની આવી છે સ્થિતિ!

Tags :
Advertisement

.

×