Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War : ગુજરાતના સરહદી વિસ્તારમાં ફરી ડ્રોન દેખાતા બ્લેક આઉટ કરાયું

દેશના 4 રાજ્યો સહિત ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરી પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવતા બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે.
india pakistan war    ગુજરાતના સરહદી વિસ્તારમાં ફરી ડ્રોન દેખાતા બ્લેક આઉટ કરાયું
Advertisement
  • પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો કરાયો ભંગ
  • કચ્છમાં ફરી ડ્રોન દેખાતા વહીવટી તંત્ર હરકતમાં
  • કચ્છ જીલ્લામાં મોબાઈલ સેવા બંધ કરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડાક જ સમયમાં ફરી પાકિસ્તાને યુદ્ધ વિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તેમજ ગુજરાતના કચ્છમાં ફરી ડ્રોન હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા ફરી કરાયેલ ડ્રોન હુમલા બાદ તાત્કાલીક અસરથી સરહદી વિસ્તારમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

24 ગામોમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ

બનાસકાંઠા જીલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટ ની સૂચના આપવામાં આવેલ છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે.

Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી કચ્છમાં ડ્રોન દેખાયા હોવાની પુષ્ટિ કરી હતી. કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે. જેથી સંપૂર્ણ બ્લેક આઉટ લાગુ કરવામાં આવશે. તેમજ કૃપા કરીને સુરક્ષિત રહો, ગભરાશો નહી.

Advertisement

કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી કચ્છમાં ડ્રોન દેખાયા હોવાની પુષ્ટિ કરી હતી. કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે. જેથી સંપૂર્ણ બ્લેક આઉટ લાગુ કરવામાં આવશે. તેમજ કૃપા કરીને સુરક્ષિત રહો, ગભરાશો નહી.

જામનગર જિલ્લામાં બ્લેક આઉટ

જામનગરનાં સિક્કા પોર્ટ પર રિલાયન્સનાં બોર્ડર વિસ્તારમાં લોકો દ્વારા યુદ્ધની સ્થિતિ જોતા સ્વૈચ્છીક બ્લેક આઉટ કર્યું છે. રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતનું વહીવટી તંત્ર એલર્ટ

પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા ગુજરાતનું વહીવંટી તંત્ર એલર્ટ મોડમાં આવી જવા પામ્યું હતું. તેમજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અધિકારીઓથી ફરી ધમધમી ઉઠ્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્ટેટ ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×