ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : શાહબાઝ સરકાર સામે ઇમરાન ખાનના સમર્થકોનો ઊગ્ર રોષ, મોડી રાતે સડકો પર ઉતર્યા

પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શરીફ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
02:30 AM May 09, 2025 IST | Vipul Sen
પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શરીફ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
Pak_Gujarat_first 5
  1. ભારતના 'ઓપરેશન સિંદૂર' થી પાકિસ્તાનમાં હડકંપ! (India-Pakistan War)
  2. પાકિસ્તાનમાં રાજકીય અને લશ્કરી અસ્થિરતા, લોકોમાં રોષ
  3. શાહબાઝ સરકાર સામે ઇમરાન ખાનના સમર્થકોનો વિરોધ
  4. સડકો પર ઉતરી 'Go Shahbaz Go' નાં નારા સાથે અનેક જગ્યાએ વિરોધ

ભારતના 'ઓપરેશન સિંદૂર' થી પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો છે. પાકિસ્તાન હવે અંદરથી પણ ભાંગી પડ્યું છે. એક તરફ જ્યાં ભારતની જવાબી લશ્કરી કાર્યવાહીથી પાકિસ્તાનની સેના અને સરકાર આઘાતમાં છે, તો બીજી તરફ, PM શાહબાઝ શરીફ સામે દેશની અંદર બળવાની સ્થિતિ ઊભી થઈ છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શરીફ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, PTI સમર્થકોએ ઘણા શહેરોમાં રસ્તાઓ બ્લોક કર્યા છે. યુદ્ધ વચ્ચે, ઘણી જગ્યાએ ઇમરાન સમર્થકો દ્વારા સરકાર સામે વિરોધ ચાલુ છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે શાહબાઝ સરકારે દેશને યુદ્ધની આગમાં ધકેલી દીધો છે અને સેનાનાં ઈશારે ખોટા નિર્ણયો લઈને સામાન્ય લોકોનાં જીવ જોખમમાં મુકી દીધા છે. 'Go Shahbaz Go' નાં નારા સાથે, વિરોધીઓ પાકિસ્તાનનાં દરેક મોટા શહેરમાં રોષ દાખવતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો - Blackout: ગુજરાતના સરહદી વિસ્તારોમાં કરાયું બ્લેક આઉટ, ગુજરાતના 18 સરહદી જિલ્લાઓ એલર્ટ પર

પાકિસ્તાન સમર્થકોએ મોરચો ખોલ્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતનાં વળતા હુમલા અને ફાઇટર જેટને તોડી પાડવાની ઘટના પછીથી પાકિસ્તાનમાં સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. સેનાની નિષ્ફળતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને શાહબાઝ શરીફ પર આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનિત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઈમરાન સમર્થકોનું કહેવું છે કે જો વર્ષ 2022 માં શરીફ સરકાર ન બની હોત, તો આજે પાકિસ્તાનને આટલી મોટી રાજદ્વારી અને લશ્કરી હારનો સામનો કરવો પડ્યો ન હોત.

આ પણ વાંચો - India-Pakistan : પાકિસ્તાનમાં રાજકીય-લશ્કરી અસ્થિરતા, આર્મી ચીફ અસીમ મુનીરને હટાવવાની માગ!

શાહબાઝની ખુરશી પર લટકી રહી છે તલવાર!

'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે ભારતની કડક કાર્યવાહીએ પાકિસ્તાનના સત્તા માળખાને હચમચાવી નાખ્યું છે. હવે પ્રશ્ન એ છે કે, શું શાહબાઝ શરીફ આ આંતરિક રાજકીય સંકટમાંથી બહાર આવી શકશે કે પછી પાકિસ્તાનમાં બીજો મોટો સત્તાનો પલટો થવાનો છે ? સંજોગો જે તરફ ઈશારો કરી રહ્યા છે તે જોતાં એ વાત ચોક્કસ છે કે શાહબાઝની ખુરશી લાંબો સમય ટકવાની નથી. જો સૂત્રોનું માનીએ તો, કેટલાક નિવૃત્ત જનરલો અને વર્તમાન અધિકારીઓ પણ શરીફ સરકારની કાર્યશૈલીથી નાખુશ છે અને ગુપ્ત રીતે ઇમરાન ખાનને પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો - India-Pakistan : લાહોરમાં પાક. PM શાહબાઝ શરીફના ઘર પાસે ડ્રોન હુમલો! સેનામાં ભયનો માહોલ

Tags :
Go Shahbaz GogujaratfirstnewsImran KhanIndia Pakistan WarIndia's Air StrikeIndiaAgainstTerrorIndian Air ForceIndian NaviIndian-ArmyModi governmentOperation SindoorOperation Sindoor 2.0OperationSindoor2Pahalgam Tarror AttackPakistanShahbaz GovernmentShahbaz SharifTop Gujarati News
Next Article