India Pakistan War Situation : કચ્છમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય સેનાએ ભુજ નજીક 3 ડ્રોનને કર્યા નષ્ટ
- અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું
- હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર
- કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા
India Pakistan War Situation : ભારતીય સેનાએ પાક.ને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતના કચ્છમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ત્યારે અબડાસામાં કરાયેલો ડ્રોન હુમલો સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. તથા કચ્છ લખપતમાં વહેલી સવારે જોરદાર ધડાકાનો અવાજ આવતા લોકો સફાળા જાગ્યા છે. જેમાં લોકોએ ડ્રોન જેવું નજરે જોયું હોવાનું બહાર આવ્યું છે. તથા ઘટના સ્થળના વીડિયો સામે આવ્યા છે.
હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર
અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું છે. જેમાં ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ આપ્યા છે. જેમાં વહેલી સવારથી જ કચ્છ બોર્ડર પર હલચલ જોવા મળી છે. નલિયાથી 22-25 કિમી દૂર નાની ધ્રુફી અને બેરાજા ગામની સીમના ખેતરમાં કાટમાળ પડ્યો છે. આ ડ્રોન છે કે મિસાઇલ તેની હાલ તપાસ થઈ રહી છે. ભુજમાં ઘરની બહાર ન નીકળવા આદેશ કરાયો છે. સાથે જ નાગરિકોએ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા સૂચના અપાઈ છે. આજે (10 મે, 2025) સવારના 5 વાગ્યાને 5 મિનિટે ઘડાકાનો અવાજ સંભળાયા હોવાનો લખપતના લોકોએ દાવો કર્યો છે. હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર છે.
કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા
કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ રાત્રે સિરક્રીક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા. તેવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યા હતાં. જેમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયા કિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતા નજરે પડ્યા છે. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયા હતાં. અહીંના વીડિયો પણ ફરતા થયા છે. જોકે ત્યારબાદ આ ડ્રોન ગાયબ થઇ ગયા હતા. અહીં લક્કી નાળા પાસે છે. ત્યાં પણ ડ્રોન દેખયા છે. તો રાત્રે 11 વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યા હતાં. આ એ જ જગ્યા છે જ્યાં ગુરૂવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.
ભૂજ સુધીના 26 વિવિધ સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા
કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતમાં ભૂજ સુધીના 26 વિવિધ સ્થળે પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જેમાં પંજાબના ફિરોઝપુરમાં વિસ્ફોટકો સાથેના ડ્રોનના હુમલામાં કેટલાક નાગરિકો પણ ઘવાયા હતા. આ ડ્રોન બારામુલા, શ્રીનગર, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, જેસલમેર, બાડમેર અને ભૂજ સહિતના સ્થળે દેખાયા હતા. પાકિસ્તાન તરફથી આવતા કોઈપણ પડકારને પહોંચી વળવા માટે ભારતીય એરફોર્ટ હાઇએલર્ટ પર છે. આ માટે દેશની સમગ્ર પશ્ચિમી સરહદે ભારતીય સૈન્ય સજ્જ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની પશ્ચિમી સરહદે જે ડ્રોન જોવા મળ્યા છે એમાં ઘણ વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ડ્રોનના કારણે નાગરિકો તથા સૈન્યના ઠેકાણાઓ માટે ખતરો પેદા થઈ શકતો હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
આ પણ વાંચો : India Pakistan War Situation : પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, PAKની પોસ્ટ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ, જુઓ Video