India-Pakistan : ભારતની સૈન્ય તાકાત સામે 'દેવાળિયા' પાકિસ્તાનની આવી છે સ્થિતિ!
- ભારત અને પાકિસ્તાનમાં કોણ છે સૌથી વધુ તાકાતવર ? (India-Pakistan)
- ભારત ત્રણેય ક્ષેત્રમાં પાકિસ્તાનથી અનેકગણું આગળ
- વિશ્વમાં લશ્કરી શક્તિમાં ભારત ચોથા ક્રમે, જ્યારે પાકિસ્તાન 12 માં ક્રમે
- ભારત સાથે સક્રિય સૈનિકોની સંખ્યા લગભગ 14.55 લાખ, 11.55 લાખ રિઝર્વ ફોર્સ છે
- ભારતની વાત કરીએ તો આપણી પાસે 4614 ટેન્ક છે અને તે વૈશ્વિક સ્તરે 6 ક્રમે
India-Pakistan : જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલા (Pahalgam Tarror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે બંને દેશ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. છતાં, કોઈ પ્રકારની લશ્કરી કાર્યવાહી થશે તો આવી સ્થિતિમાં, બંને દેશોની સેનાઓ પાસે કેટલી શક્તિ છે ? ચાલો જોઈએ કે આર્મી, નેવી અને એરફોર્સમાં ભારત પાકિસ્તાનથી કેટલું આગળ છે.
ભારતની સૈન્ય તાકાત કેટલી છે ?
ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 2025 ના અહેવાલ મુજબ, વિશ્વમાં લશ્કરી શક્તિમાં ભારત (Indian Army) ચોથા ક્રમે છે. જ્યારે, પાકિસ્તાન 12 મા ક્રમે છે. જો આપણે સેનાની વાત કરીએ તો પાકિસ્તાન ભારત સામે ક્યાંય ટકી શકે તેમ નથી. જો આપણે ભારતીય સૈન્ય ક્ષમતા પર નજર કરીએ તો, ભારત સાથે સક્રિય સૈનિકોની સંખ્યા લગભગ 14.55 લાખ છે. ભારત પાસે 11.55 લાખ રિઝર્વ ફોર્સ છે. અર્ધલશ્કરી સૈનિકોની સંખ્યા 25 લાખ 27 હજાર છે. ભારતનું સંરક્ષણ બજેટ 6,81,210 કરોડ રૂપિયા એટલે કે $77.4 બિલિયન છે.
-આર્મી અધિકારીએ વાતચીતની પેશકશ કરી
-પાકિસ્તાન યુદ્ધમાં માનતુ નથીઃ અધિકારી
-JF-17 તોડી પડાયા બાદ પાકિસ્તાન નબળુ પડયુ@IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD @AmitShah #perationSindoor2… pic.twitter.com/SXjF4Vy9Wq— Gujarat First (@GujaratFirst) May 8, 2025
પાકિસ્તાનની લશ્કરી ક્ષમતા
પાકિસ્તાનની વાત કરીએ તો ભારતની સરખામણીએ લશ્કરી તાકાતમાં તે ઘણું પાછળ છે. પાકિસ્તાનના સક્રિય સૈનિકોની સંખ્યા 6 લાખ 54 હજાર જ છે. જ્યારે પાકિસ્તાન પાસે 5 લાખ 50 હજાર રિઝર્વ સક્રિય સૈનિકો છે. પાકિસ્તાન પાસે 5 લાખનું અર્ધલશ્કરી દળ છે. આ આંકડાઓ પરથી આપણે સમજી શકીએ છીએ કે ભારતની લશ્કરી (India-Pakistan) ક્ષમતા કેટલી મજબૂત છે.
આ પણ વાંચો - India-Pakistan War : ભારતે Pakistan ના બે F 17 તોડી પડાયા
ટેન્કો અને સશસ્ત્ર વાહનોની સ્થિતિ
યુદ્ધની પરિસ્થિતિઓમાં ટેન્ક અને સશસ્ત્ર વાહનોની (Armored vehicles) ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ભારતની વાત કરીએ તો આપણી પાસે 4614 ટેન્ક છે અને તે વૈશ્વિક સ્તરે 6 ક્રમે છે. ભારતીય સેના અર્જુન ટેન્ક, ભીમ ટેન્ક, હોવિત્ઝર ગન અને પિનાકા રોકેટ સિસ્ટમથી સજ્જ છે. જ્યારે પાકિસ્તાન પાસે 3742 ટેન્ક છે. ભારત પાસે 1,51,248 સશસ્ત્ર વાહનો છે, જે પાકિસ્તાન કરતા 3 ગણા વધારે છે. યુદ્ધભૂમિમાં પાયદળને ઝડપથી તૈનાત કરવામાં બખ્તરબંધ વાહનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ માત્ર ફાયરપાવરમાં વધારો કરતા નથી પરંતુ યુદ્ધ દરમિયાન વધુ સારી દાવપેચ સુનિશ્ચિત કરવા માટે કામગીરીમાં ગતિ પણ વધારે છે.
-ભારતીય સેના આપી રહી છે જડબાતોડ જવાબ
-જમ્મુમાં 8 મિસાઇલ તોડી પડાઇ
-સાંબા, સતવારી, આએરસપુરામાં તોડી પડાઇ મિસાઇલ@IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD @AmitShah #perationSindoor2… pic.twitter.com/LuqtqC3tu9— Gujarat First (@GujaratFirst) May 8, 2025
કેટલી શક્તિશાળી છે ભારતની વાયુસેના ?
ભારતીય વાયુસેનાની (Indian Air Force) વાત કરીએ તો ભારત પાસે 2,229 વિમાન છે. આમાં 600 ફાઇટર જેટ અને 899 હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના પાસે 831 સપોર્ટ એરક્રાફ્ટ પણ છે. ઉપરાંત, દેશના મુખ્ય વિમાનોમાં રાફેલ, સુખોઈ, નેત્રા સર્વેલન્સ વિમાનોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, જો આપણે મિસાઇલ સિસ્ટમો પર નજર કરીએ તો બ્રહ્મોસ, અસ્ત્ર, નિર્ભય, રુદ્રમ, આકાશ એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Operation Sindoor 2: રાજસ્થાન-જમ્મુ કાશ્મીર પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતે પાકિસ્તાનનું F-16 જેટ તોડી પાડ્યું
ભારતીય નૌકાદળ પાકિસ્તાન કરતા ઘણું શક્તિશાળી
ભારતીય સેના અને વાયુસેનાની સાથે, ભારતીય નૌકાદળ પણ પાકિસ્તાનનાં મુકાબલે ખૂબ શક્તિશાળી છે. નૌકાદળ (Indian Navi) પાસે 150 યુદ્ધ જહાજો, 18 સબમરીન, 2 વિમાનવાહક જહાજો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે. જ્યારે, પાકિસ્તાની નૌકાદળ પાસે ફક્ત 8 સબમરીન છે. પાકિસ્તાન પાસે કોઈ વિમાનવાહક જહાજ નથી. પાકિસ્તાન પાસે જે મુખ્ય શસ્ત્રો છે તેમાંનું એક 400 કિમી રેન્જનું ફતહ-II રોકેટ સિસ્ટમ છે, જે મિસાઇલ સંરક્ષણને બાયપાસ કરવામાં સક્ષમ છે.
India- Pakistan War । ભારતે પાકિસ્તાનના બે જેટ તોડી પડ્યા। Gujarat First#OperationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions #IndiaPakistanTensions #OperationSindoor #IndiaStrikesTerrorCamps #Pakistan #POK #indiapakistan #operationsindoor #indiastrikespak #indianarmy… pic.twitter.com/ZUSbjYO7kA
— Gujarat First (@GujaratFirst) May 8, 2025
પરમાણુ શસ્ત્રો-મિસાઇલોમાં કોણ વધુ શક્તિશાળી ?
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારત પાસે 172 પરમાણુ શસ્ત્રો છે. જ્યારે પાકિસ્તાન પાસે 170 છે. મિસાઇલોની વાત કરીએ તો, પૃથ્વી અને અગ્નિ ભારતની મુખ્ય શક્તિશાળી મિસાઇલો છે. પૃથ્વી મિસાઇલની મારક ક્ષમતા 350 કિમી છે. ભારતની અગ્નિ-5 મિસાઇલની રેન્જ 5000 થી 7500 કિમી છે. અગ્નિ-3 ની મારક ક્ષમતા 3 હજાર કિમી છે. અગ્નિ-2 ની મારક ક્ષમતા 2000 કિમી છે અને અગ્નિ-I ની રેન્જ 700 કિમી છે. જો આપણે પાકિસ્તાનની મિસાઇલ શક્તિ પર નજર કરીએ તો તેની પાસે ઘણી બધી ટૂંકા અંતરની મિસાઇલો છે. પાકિસ્તાન પાસે નસ્ર, હતફ, ગઝનવી અને અબ્દાલી છે. તેમની રેન્જ 60 થી 320 કિમી છે. મધ્યમ શ્રેણીમાં ગૌરી અને શાહીન છે. તેમની રેન્જ 900 કિમીથી 2700 કિમી સુધીની છે.
ભારતની ડ્રોન તાકાત
ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય ડ્રોનમાં (Drone) DRDO અભ્યાસ (Abhyas), DRDO ઘાતક (Ghatak), DRDO રૂસ્તમ (Rustom), TAPAS-BH-201, HAL CATS વોરિયર, DRDO નેત્ર (Netra), DRDO નિશાંત (Nishant), DRDO લક્ષ્ય (Lakshya), DRDO ઉલ્કા (Ulka), DRDO પુષ્પક (Pushpak), NAL સ્લાઇબર્ડ (Slybird) સામેલ છે.
આમાંના ઘણા ડ્રોન દેખરેખ, હુમલો, લક્ષ્ય નિર્ધારણ અને ગુપ્ત મિશન માટે સક્ષમ છે. ડીઆરડીઓ અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી, ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે.