ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, ફેન્સમાં ભારે રોમાંચ

ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં  ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને આવેલા મોટા સમાચાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના...
02:08 PM May 05, 2023 IST | Vipul Pandya
ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં  ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને આવેલા મોટા સમાચાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના...
ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં  ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને આવેલા મોટા સમાચાર મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને પસંદ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.
બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે
વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. એક અખબારના સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.
વર્લ્ડ કપ 2023 આગામી 5 ઓક્ટોબર
અહેવાલો અનુસાર, ODI વર્લ્ડ કપ 2023 આગામી 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.
2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો---ગૌતમ ગંભીર અને રજત શર્મા વચ્ચે સોશિયલ મીડિયામાં છેડાયો જંગ, જાણો શું છે સમગ્ર મામલો
Tags :
AhmedabadCricketIndiaPakistanworld cup 2023
Next Article