MEA: સાઉદી અરેબિયા-પાકિસ્તાનના રક્ષા કરાર પર ભારતે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું...
- MEA: સાઉદી અરેબિયા-પાકિસ્તાનના રક્ષા કરાર પર ભારતે આપી પ્રતિક્રિયા
- ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે
- ભારત અને સાઉદીના સંબધો વધુ ગાઢ બન્યા છે
ભારતે શુક્રવારે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સંરક્ષણ કરાર પર પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ રક્ષા કરાર પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી છે, જે સતત વધુ મજબૂત અને ગાઢ બની રહી છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે આ વ્યૂહાત્મક સહકારમાં બંને દેશોના પરસ્પર હિતોનું ધ્યાન રાખવામાં આવશે. સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બંનેમાંના કોઈ પણ એક દેશ પર હુમલો થાય છે, તો તેને બંને દેશો પર આક્રમણ માનવામાં આવશે.
MEA: સાઉદી અરેબિયા-પાકિસ્તાનના રક્ષા કરાર પર ભારતે આપી પ્રતિક્રિયા
નોંધનીય છે કે સાઉદી અરેબિયા-પાકિસ્તાન કરાર અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે જે છેલ્લા ઘણા વર્ષોમાં નોંધપાત્ર રીતે વધુ ગાઢ બની છે. અમને આશા છે કે આ વ્યૂહાત્મક ભાગીદારીમાં પરસ્પર હિતો અને સંવેદનશીલતાઓને ધ્યાનમાં લેવામાં આવશે. અગાઉ જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ પગલાની તેની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પરની અસરોનો અભ્યાસ કરશે. જયસ્વાલે કહ્યું "સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
MEA: પાકિસ્તાનના વડાપ્રધાને જાણો શું કહ્યું...
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કરાર પર હસ્તાક્ષર કર્યા. પાકિસ્તાન-સાઉદી સંયુક્ત નિવેદન અનુસાર, આ કરાર સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે લગભગ આઠ દાયકા જૂની ઐતિહાસિક ભાગીદારી પર આધારિત છે અને તે ભાઈચારો અને ઇસ્લામિક એકતાના બંધનો તેમજ બંને દેશો વચ્ચેના સામાન્ય વ્યૂહાત્મક હિતો અને ગાઢ સંરક્ષણ સહયોગ પર આધારિત છે. બંને પક્ષોએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધો અને સામાન્ય હિતના અનેક મુદ્દાઓની પણ સમીક્ષા કરી.
આ પણ વાંચો: Manipuri માં આસામ રાઈફલ્સના ટ્રક પર અંધાધૂંધ કરાઇ ફાયરિંગ, એક જવાન શહીદ, 3થી વધુ ગંભીર ઇજાગ્રસ્ત