Womens World Cup: ભારતે શ્રીલંકાને જીતવા માટે 270 રનનો ટાર્ગેટ આપ્યો,અમનજોત કૌરની શાનદાર બેટિંગ
- આજથી Womens World Cup ની શરૂઆત થઇ છે
- ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને જીતવા 270 રનનો ટાર્ગેટ આપ્યો
- ભારતે ૪૭ ઓવરમાં ૮ વિકેટે ૨૬૯ રન બનાવ્યા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં શ્રીલંકાને ૨૭૦ રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો છે. વરસાદના કારણે મેચ ૪૭-૪૭ ઓવરની કરવામાં આવી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં શ્રીલંકાને ૨૭૦ રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો છે. વરસાદના કારણે મેચ ૪૭-૪૭ ઓવરની કરવામાં આવી હતી. ભારતે ૪૭ ઓવરમાં ૮ વિકેટે ૨૬૯ રન બનાવ્યા હતા. ટોસ જીતીને શ્રીલંકાએ ભારતને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.
આજથી Womens World Cup માં ભારતે આપ્યો 270 રનનો ટાર્ગેટ
ભારતની શરૂઆત સારી રહી નહોતી અને સ્મૃતિ મંધાનાની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પ્રતિકા રાવલ અને હરલીન દેઓલે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રતિકા આઉટ થતાં ભારતીય ટીમની વિકેટો નિયમિત અંતરાલે પડવા લાગી અને સ્કોર ૬ વિકેટે ૧૨૪ રન થઈ ગયો.આ મુશ્કેલ પરિસ્થિતિમાં દીપ્તિ શર્મા ૫૩ રન અનેઅમનજોત કૌર સર્વાધિક ૫૭ રનએ મોરચો સંભાળ્યો. બંનેએ સાતમી વિકેટ માટે શતકીય ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી. આ ભાગીદારીના જોરે જ ભારત શ્રીલંકા સામે મોટો લક્ષ્યાંક મૂકવામાં સફળ રહ્યું.
Womens World Cup ની પ્રથમ મેચમાં ઇનોકા રાનાવીરાએ ૪ વિકેટ લીધી
અમનજોત અને દીપ્તિ ઉપરાંત, હરલીન દેઓલે ૪૮ રનનું યોગદાન આપ્યું, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે ૨૧ રન બનાવ્યા. અંતમાં, સ્નેહ રાણાએ ૧૫ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ઝડપી ૨૮ રન બનાવીને અણનમ રહી.શ્રીલંકા તરફથી બોલિંગમાં ઇનોકા રાનાવીરાએ ૪ વિકેટ ઝડપીને ભારતને શરૂઆતમાં પરેશાન કર્યું. ઉદેશિકા પ્રબોધનીને ૨ વિકેટ મળી, જ્યારે કે ચામરી અટ્ટાપટ્ટુ અને અચિની કુલાસૂર્યાને ૧-૧ વિકેટ મળી.
આ પણ વાંચો: મહિલા વર્લ્ડ કપ 2025નો પ્રારંભ: આજે ભારત Vs શ્રીલંકા, કોણ મારશે બાઝી?