Syria માં સ્થિતિ વણસી, ભારતે 75 નાગરિકોને એરલિફ્ટ કર્યા, 44 કાશ્મીરીઓનો પણ સમાવેશ
- Syria માં સત્તા પરિવર્તન
- ભારતે પોતાના નાગરિકોને પરત બોલાવ્યા
- 44 કાશ્મીરીઓ સહિત 75 નાગરિકો એરલિફ્ટ કર્યા
સીરિયા (Syria)માં સત્તા પરિવર્તન થઇ ગયું છે, વિપક્ષી જૂથ હયાત તહરિર અલ-શામે સીરિયા (Syria) પર કબજો કરી લીધો છે અને હવે દેશની લગામ તેના હાથમાં આવી ગઈ છે. આ ઉપરાંત કબજા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદ પણ દેશ છોડીને ભાગી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાના પરિવાર સાથે ઈઝરાયેલ ગયો છે, જ્યાં તેને આશ્રય આપવામાં આવ્યો છે. સીરિયામાં બગડતી પરિસ્થિતિને જોઈને તમામ દેશો પોતાના નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે. ભારતે પણ પોતાના 75 નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો : South Korea ના રાષ્ટ્રપતિની ઓફિસમાં પોલીસના દરોડા, મહાભિયોગ પ્રસ્તાવની તૈયારી...
ભારતે 75 નાગરિકોને બહાર કાઢ્યા...
બળવાખોર દળોએ બશર અલ-અસદની સરકારને હટાવવાના બે દિવસ બાદ મંગળવારે સીરિયા (Syria)માંથી 75 ભારતીય નાગરિકોને ભારતે બહાર કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર કર્યું. મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે આજે સીરિયા (Syria)ની અંદરની તાજેતરની ઘટનાઓને પગલે 75 ભારતીય નાગરિકોને સીરિયા (Syria)માંથી બહાર કાઢ્યા છે.'
આ પણ વાંચો : દિલ્હી જ નહીં આ દેશના શહેરની હવામાં પણ પ્રદૂષણનો જોવા મળ્યો કહેર!
જમ્મુ-કાશ્મીરના 44 યાત્રાળુઓ...
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 તીર્થયાત્રીઓનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'સીરિયા (Syria)માં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. સરકાર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ‘Joy Bangla’ નહીં હોય રાષ્ટ્રીય સ્લોગન