Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન પર આર્થિક મોરચે સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી, IMF માંથી ફંડીંગ રોકાવશે ભારત

INDIA ACTION AGAINST PAKISTAN : 9, મે ના રોજ ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડની પહેલી સમીક્ષા માટે પાકિસ્તાની અધિકારીઓ જોડે મુલાકાત કરશે.
પાકિસ્તાન પર આર્થિક મોરચે સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી  imf માંથી ફંડીંગ રોકાવશે ભારત
Advertisement
  • ભારત દ્વારા પાકિસ્તાનની આર્થિક કમર તોડવાની દિશામાં પગલાં ભરાયા
  • આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ પાકિસ્તાનને ખુલ્લુ પાડવાની દિશામાં ગતિવિધી તેજ
  • સૈન્ય બાદ પાકિસ્તાન આર્થિક મોરચે ધૂળ ચાટતુ થઇ જશે

INDIA ACTION AGAINST PAKISTAN : ભારત અને પાકિસ્તાન (INDIA AND PAKISTAN) વચ્ચે તણાવ બાદ ભારતીય સેના દ્વારા દુશ્મન દેશ પર એક પછી એક સ્ટાઇક કરવામાં આવી રહી છે. જેને પગલે પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનને તમામ મોરચે ઘેરી રહ્યું છે. ત્યારે ભારત પાકિસ્તાન વિરૂદ્ધ હવે આર્થિક મોરચે સર્જિકલ સ્ટ્રાઇકની મોટી તૈયારી કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અંતર્ગત ભારત આતે ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ (IMF - INDIA) દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી લોનની સમિક્ષા કરવાનો મુદ્દો ઉછાળી શકે છે.

પાકિસ્તાને ફંડીંગનો મુદ્દો ઉઠાવશે ભારત

અગાઉ ભારતીય વિદેશ સચિવ દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને પુછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડમાંથી પાકિસ્તાનને ફંડીંગ રોકવા માટે શુક્રવારે યોજાનાર બેઠકમાં મુદ્દો ભારત ઉઠાવશે. તેમણે કહ્યું કે, ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડમાં અમારા સ્થાયી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. બોર્ડની બેઠકમાં અણે આ મુદ્દો ભાર પૂર્વક ઉઠાવીશું.

Advertisement

બેલઆઉટ પેકેજની સમિક્ષા કરવા માંગ

ભારત ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ સમક્ષ પાકિસ્તાનને આપેલી લોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. અને તેની સમીક્ષા કરવાની માંગ કરનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ લોનના રૂપિયાનો ઉપયોગ આતંકવાદી હુમલા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં થઇ રહ્યો છે. 9, મે ના રોજ ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડની પહેલી સમીક્ષા માટે પાકિસ્તાની અધિકારીઓ જોડે મુલાકાત કરશે. ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ પાકિસ્તાન માટે 1.3 અરબ ડોલરની નવી વ્યવસ્થાની સમીક્ષા કરશે. સાથે જ અગાઉ જારી કરવામાં આવેલા 7 અરબ ડોલરના બેલ આઉટ પેકેજ અંગે પણ સમીક્ષા હાથ ધરનાર છે.

Advertisement

એશિયન ડેવલોપમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક સમક્ષ પણ ભારત અવાજ ઉઠાવશે

ગત વર્ષે એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા પાકિસ્તાનના 764 પબ્લિક સેક્ટર માટે લોન, અને ટેક્નિકલ મદદ આપવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જેની કિંમત 43.4 અરબ ડોલર આંકવામાં આવી રહી છે. આ સિવાય જાન્યુઆરી - 2025 માં વર્લ્ડ બેંક દ્વારા પાકિસ્તાન માટે 20 અરબ ડોલરના લોન પેકેજને મંજુરી આપી દીધી હતી. જેથી પાકિસ્તાન નજીકના પડકારોનો સામનો કરી શકે. ભારત દ્વારા એશિયન ડેવલોપમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક સમક્ષ પાકિસ્તાનને અપાનાર આર્થિક મદદ પર ફેર વિચાર કરવા માટે અવાજ ઉઠાવશે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે, પાડોશી દેશ દ્વારા મેળવેલી આર્થિક સહાયતાનો ઉપયોગ ભારત વિરોધી ગતિવિધીઓમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો --- ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ઓકાત બતાવી, 50 થી વધુ ડ્રોન તોડી પડાયા

Tags :
Advertisement

.

×