ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India vs Australia : World Cup ની INDvsAUS મેચમાં બન્યા આ ઐતિહાસિક રેકોર્ડ, કોહલીએ સચિન અને પોન્ટિંગને છોડ્યા પાછળ

ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023 ની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર રેકોર્ડ સર્જાયા હતા. વિરાટ કોહલીએ 116 બોલમાં 85 રન ફટકારીને કાંગારૂ ટીમને હરાવ્યું હતું. કોહલીએ આ ઇનિંગના આધારે બે મોટા રેકોર્ડ બનાવ્યા...
11:12 AM Oct 09, 2023 IST | Dhruv Parmar
ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023 ની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર રેકોર્ડ સર્જાયા હતા. વિરાટ કોહલીએ 116 બોલમાં 85 રન ફટકારીને કાંગારૂ ટીમને હરાવ્યું હતું. કોહલીએ આ ઇનિંગના આધારે બે મોટા રેકોર્ડ બનાવ્યા...

ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023 ની તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં શાનદાર રેકોર્ડ સર્જાયા હતા. વિરાટ કોહલીએ 116 બોલમાં 85 રન ફટકારીને કાંગારૂ ટીમને હરાવ્યું હતું. કોહલીએ આ ઇનિંગના આધારે બે મોટા રેકોર્ડ બનાવ્યા છે. તેણે સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. તેના સિવાય ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં 11 ઐતિહાસિક રેકોર્ડ બન્યા છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાની ટીમના બે મહાન રેકોર્ડ

પહેલો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી ભારતની ધરતી પર વર્લ્ડ કપમાં 19 મેચ રમી છે જેમાંથી માત્ર 4 વખત જ તેને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ધરતીનો આ એક અદ્ભુત રેકોર્ડ છે. બીજો રેકોર્ડ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ચેન્નાઈના મેદાન પર 1987 પછી પ્રથમ વખત વર્લ્ડ કપમાં કોઈ મેચ હારી છે. અત્યાર સુધી તેણે આ મેદાન પર 4 માંથી 3 મેચ જીતી છે.

સૌથી ઓછા રનમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતનાર ટીમ

2 રન - ભારત વિ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ, 2023*
4 રન - ભારત વિ ઝિમ્બાબ્વે, એડિલેડ, 2004
4 રન - શ્રીલંકા વિ બાંગ્લાદેશ, મીરપુર, 2009
5 રન - શ્રીલંકા વિ ન્યુઝીલેન્ડ, ઢાકા, 1998

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપમાં સૌથી વધુ સ્કોર કરનાર ભારતીય

117 - શિખર ધવન, ધ ઓવલ, 2019
100* - અજય જાડેજા, ધ ઓવલ, 1999
97* - કેએલ રાહુલ, ચેન્નાઈ, 2023*

ICC ODI-T20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

2785 - વિરાટ કોહલી (64 ઇનિંગ્સ)*
2719 - સચિન તેંડુલકર (58)
2422 - રોહિત શર્મા (64)
1707 - યુવરાજ સિંહ (62)
1671 - સૌરવ ગાંગુલી (32)

ODIમાં સૌથી વધુ 50 સ્કોર બનાવનાર બેટ્સમેન (ઓપનર્સ સિવાય)

113 - વિરાટ કોહલી*
112 - કુમાર સંગાકારા
109 - રિકી પોન્ટિંગ
102 - જેક કાલિસ

વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રનનો રેકોર્ડ

19 ઇનિંગ્સ- ડેવિડ વોર્નર*
20 ઇનિંગ્સ- સચિન તેંડુલકર/ એબી ડી વિલિયર્સ
21 ઇનિંગ્સ- વિવ રિચર્ડ્સ/ સૌરવ ગાંગુલી
22 ઇનિંગ્સ- માર્ક વો 22/ હર્ષલ ગિબ્સ

ODI વર્લ્ડ કપમાં બીજી વખત બંને ભારતીય ઓપનર શૂન્ય પર આઉટ થયા હતા.

વિ ઝિમ્બાબ્વે, ટનબ્રિજ, 1983
વિ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ, 2023

વર્લ્ડ કપમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ ઝડપનારા બોલરો

941 - મિશેલ સ્ટાર્ક
1187 - લસિથ મલિંગા
1540 - ગ્લેન મેકગ્રા
1562 - મુથૈયા મુરલીધરન
1748 - વસીમ અકરમ

આ પણ વાંચો : World Cup : ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને ખલેલ પહોંચાડવા Jarvo દોડી આવ્યો મેદાનમાં, ICC એ આપી સૌથી મોટી સજા

Tags :
ChennaiCricketIND VS AUSindia beat australiaIndia vs Australiaindia vs australia match analysisRicky Pontingrohit sharmasachin tendulkarSportsVirat Kohliworld cup 2023
Next Article