Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India vs South Africa 1st T20I : કટકમાં સૂર્યા બ્રિગેડે સાઉથ આફ્રિકાને 101 રને આપી માત, હાર્દિકની બેટ-બૉલ બંનેમાં ધમાલ!

India vs South Africa 1st T20I : કટકના બરાબતી સ્ટેડિયમમાં મંગળવારે (9 ડિસેમ્બર 2025) ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝનો પહેલો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 101 રનના વિશાળ અંતરે હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ સિરીઝ આવતા બે મહિના પછી થનારા T20 વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વની છે.
india vs south africa 1st t20i   કટકમાં સૂર્યા બ્રિગેડે સાઉથ આફ્રિકાને 101 રને આપી માત  હાર્દિકની બેટ બૉલ બંનેમાં ધમાલ
Advertisement

India vs South Africa 1st T20I : કટકના બરાબતી સ્ટેડિયમમાં મંગળવારે (9 ડિસેમ્બર 2025) ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝનો પહેલો મુકાબલો રમાયો હતો. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 101 રનના વિશાળ અંતરે હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં બૂમરાહે પોતાની 100 વિકેટ પણ પૂરી કરી લીધી છે. તો હાર્દિક પંડ્યાએ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 100 સિક્સ ફટકારો ખેલાડી બની ગયો છે. આ સિરીઝ આવતા બે મહિના પછી થનારા T20 વર્લ્ડ કપની તૈયારી માટે ખૂબ જ મહત્વની છે.

ટૉસ જીતીને સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 175 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 28 બૉલમાં નોટઆઉટ 59 રનની તોફાની ઇનિંગ રમી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 13 ઓવરમાં 74 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ!

Advertisement

સાઉથ આફ્રિકાની ઇનિંગ ભારતીય બોલર્સ સામે થઇ ધરાશાયી!

1st ઓવરની બીજા જ બૉલે અર્શદીપે ક્વિન્ટન ડી કૉકને શૂન્ય પર આઉટ કર્યો
3જી ઓવરમાં અર્શદીપે ટ્રિસ્ટન સ્ટબ્સ (14)ને પેવેલિયન મોકલ્યો
6ઠ્ઠી ઓવરની પહેલી બૉલે અક્ષર પટેલે કેપ્ટન માર્કરમ (14)ને આઉટ કર્યો
7મી ઓવરની પહેલી બૉલે હાર્દિક પંડ્યાએ ડેવિડ મિલરને ઝડપ્યો – 50 રનમાં 4 વિકેટ
10મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ માર્કો જાન્સેન (12)ને બોલ્ડ કર્યો
11મી ઓવરમાં બુમરાહે ડેવાલ્ડ બ્રેવિસ + કેશવ મહારાજને આઉટ કર્યા → બુમરાહની T20માં 100મી વિકેટ પૂરી!
13મી ઓવરમાં શિવમ દુબેએ છેલ્લી વિકેટ લઈને સાઉથ આફ્રિકાને 74 પર ઓલઆઉટ કરી દીધું

Advertisement

ભારતીય બોલર્સના આંકડા

અર્શદીપ સિંહ : 2 ઓવર – 14 રન – 2 વિકેટ
જસપ્રીત બુમરાહ : 3 ઓવર – 17 રન – 2 વિકેટ
વરુણ ચક્રવર્તી : 3 ઓવર – 19 રન – 2 વિકેટ
અક્ષર પટેલ : 2 વિકેટ
હાર્દિક પંડ્યા & શિવમ દુબે: 1-1 વિકેટ

ભારતની પારી – ટોચના ઓર્ડરની નિષ્ફળતા, હાર્દિક ચમક્યો

શુભમન ગિલ 4 રન, સૂર્યકુમાર યાદવ 11 રન, અભિષેક શર્મા 17 રન – ત્રણેય ઝડપી આઉટ
તિલક વર્મા 26, અક્ષર પટેલ 23 – થોડી રાહત આપી
હાર્દિક પંડ્યા 28 બૉલમાં નોટઆઉટ 59 (6 ચોગ્ગા, 3 છગ્ગા)
શિવમ દુબે 11 રન
છેલ્લી 6 ઓવરમાં ભારતે 70+ રન ઉમેરીને 175 સુધી પહોંચ્યું

બંને ટીમની પ્લેઇંગ- 11

ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કૉક, એડન માર્કરમ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફેરેરા, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, લુથો સિપામ્લા, લુંગી એન્ગીડી, એનરિક નોર્કિયા

આ પણ વાંચો- ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કારણે હાર્દિક પંડ્યા પેપરાઝી પર ભડક્યો, શું છે મામલો?

Tags :
Advertisement

.

×