ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

IND vs SA ODI : ભારતની ટીમની શાનદાર જીત પાછળ જવાબદાર છે આ હીરોઝ

ભારતીય બોલિંગની વાત આવે છે, ત્યારે કુલદીપ યાદવે પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, દક્ષિણ આફ્રિકાની ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે મેથ્યુ બ્રીટ્ઝકેને 72 અને માર્કો જેનસેનને 70 રનમાં આઉટ કર્યા હતી. ત્યારબાદ તેણે વધુ બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરના સ્પેલમાં 68 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી તેની કારકિર્દીની 350મી વિકેટ મળી હતી.
12:05 AM Dec 01, 2025 IST | PARTH PANDYA
ભારતીય બોલિંગની વાત આવે છે, ત્યારે કુલદીપ યાદવે પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, દક્ષિણ આફ્રિકાની ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે મેથ્યુ બ્રીટ્ઝકેને 72 અને માર્કો જેનસેનને 70 રનમાં આઉટ કર્યા હતી. ત્યારબાદ તેણે વધુ બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરના સ્પેલમાં 68 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી તેની કારકિર્દીની 350મી વિકેટ મળી હતી.

IND vs SA ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીનો પહેલો ODI રાંચીના JSCA ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયો હતો, જ્યાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવીને પોતાની ટેસ્ટ શ્રેણીની હારનો બદલો લીધો હતો. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલિંગ અને બેટિંગ બંને ઉત્કૃષ્ટ રહ્યા હતા. વિરાટ કોહલીની સદીથી લઈને કુલદીપ યાદવના શાનદાર સ્પેલ સુધી, વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પાંચ ખેલાડીઓ કોણ છે ?, ચાલો જાણીએ

વિરાટ કોહલીની શાનદાર સદી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી, વિરાટ કોહલીએ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાની ODI કારકિર્દીની 52મી સદી ફટકારી હતી. તેણે 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવીને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કુલદીપ યાદવની 4 વિકેટ

બીજી બાજુ, જ્યારે ભારતીય બોલિંગની વાત આવે છે, ત્યારે કુલદીપ યાદવે પોતાની બોલિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, દક્ષિણ આફ્રિકાની ચાર મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે મેથ્યુ બ્રીટ્ઝકેને 72 અને માર્કો જેનસેનને 70 રનમાં આઉટ કર્યા હતી. ત્યારબાદ તેણે વધુ બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરના સ્પેલમાં 68 રન આપીને 4 વિકેટ લીધી, જેનાથી તેની કારકિર્દીની 350મી વિકેટ મળી હતી.

રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરીને ભારતને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે વિરાટ કોહલી સાથે સદીની ભાગીદારી કરી અને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 57 રન પણ બનાવ્યા હતા.

કેપ્ટન કેએલ રાહુલની ઇનિંગ્સ

બીજી તરફ, કેપ્ટન કેએલ રાહુલે પણ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવતા તેણે 56 બોલમાં 60 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ પણ 32 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

નવા બોલ સાથે હર્ષિત રાણાની બોલિંગ

કુલદીપ યાદવને હર્ષિત રાણાએ સારો સાથ આપ્યો હતો. હર્ષિત રાણાએ પણ 10 ઓવરમાં 65 રન આપીને 3 વિકેટ લીધી. નવા બોલથી, તેણે રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોકને 100 રનમાં આઉટ કર્યા હતા, અને ડેવાલ્ડ બ્રેવિસને પણ 37 રનમાં આઉટ કર્યા હતા.

આ પણ વાંચો ------  India Vs SA ODI : સાઉથ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત, કિંગ કોહલીએ ઇતિહાસ સર્જ્યો

Tags :
createdhistoryGujaratFirstgujaratfirstnewsGujaratiNewsIndiavssaIndiaWonViralKohli
Next Article