IAF : ગંગા એક્સપ્રેસ-વે બનશે 'હવાઇ પટ્ટી', ભારતીય વાયુસેના યુદ્ધક્ષમતાનો પરિચય કરાવશે
- પાકિસ્તાન જોડે તણાવ વચ્ચે ભારતીય વાયુ સેના શક્તિ પ્રદર્શન કરશે
- ભારતીય વાયુસેનાની તાકાતનો પરચો મેળવી દેશવાસીઓ ગર્વ અને દુશ્મન દેશ ફફડશે
- ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાનનું નામોનિશાન મિટાવવા માટે સક્ષમ છે
- આતંકી હુમલા બાદથી પાકિસ્તાનનું નામ નકશામાંથી ભૂંસી કાઢવા માટેની માંગ ઉઠી રહી છે
IAF : આજે ભારતીય વાયુસેના (INDIAN AIR FORCE) ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે (GANGA EXPRESSWAY - UP) પર એર-શો (AIR SHOW) દરમિયાન પોતાની શક્તિનું પ્રદર્શન (POWER EXERCISE) કરશે. જેમાં યુદ્ધ અને કટોકટી જેવી પરિસ્થિતિઓ માટે પોતાની ક્ષમતાનો પરિચય કરાવશે. આ એર-શો ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી 3.5 કિમી દૂર યોજાઈ રહ્યો છે. અહિં લાંબો એક્સપ્રેસ-વે હવાઇ પટ્ટીની ગરજ સારશે. આ એર-શોમાં ભારતીય વાયુસેનાને શ્રેષ્ઠ લડાકુ વિમાન રાફેલ, જગુઆર અને મિરાજ ઉડાન ભરશે. આ એર-શો નો હેતુ કટોકટી સમયે એક્સપ્રેસ-વે નો હવાઇ પટ્ટી તરીકે વૈકલ્પિક ઉપયોગ કરવાનો છે. આ દેશની પહેલી એવી હવાઇ પટ્ટી હશે, જ્યાં વાયુસેનાના લડાકુ વિમાનો દિવસ-રાત ગમે ત્યારે લેન્ડિંગ કરી શકશે. સુરક્ષાને ધ્યાને રાખીને રન-વેની બંને બાજુ લગભગ 250 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આધુનિક હવાઈ પટ્ટીનું નિરીક્ષણ કર્યું હતું
એર-શો પહેલા ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રીપને તેના કબ્જામાં લઈ લીધી છે. શો દરમિયાન ફાઇટર જેટ એરસ્ટ્રીપ ઉપર એક મીટરની ઊંચાઈએથી ઉડાન ભરશે. આ પછી ફાઇટર જેટ એરસ્ટ્રીપ પર ઉતરશે અને પછી ઉડાન ભરશે. જે બાદ સાંજે 7 થી 10 વાગ્યા સુધી આ કવાયત કરવામાં આવશે. એર-શોમાં ભાગ લેનારા તમામ ફાઇટર જેટ બરેલી એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરશે. આ પહેલા રવિવારે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર બાંધવામાં આવેલી 3.50 કિમી લાંબી આધુનિક હવાઈ પટ્ટીનું નિરીક્ષણ કર્યું હતું.
આ હવાઈ પટ્ટી શ્રેષ્ઠ વિકલ્પ હશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે એરસ્ટ્રીપ સાથેનો પહેલો એક્સપ્રેસ-વે બસપા સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો, બીજો રન-વે સપા સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો. અને રનવે સાથેના બે એક્સપ્રેસવે ભાજપ સરકાર દરમિયાન બનાવવામાં આવ્યા છે. સરહદ પર હાલના તણાવને ધ્યાનમાં રાખીને વાયુસેના કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં ફાઇટર પ્લેનને તેના બેઝને બદલે એક્સપ્રેસવે પર ઉડવાની જરૂર પડે, ત્યારે આ હવાઈ પટ્ટી શ્રેષ્ઠ વિકલ્પ હશે. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન કોઈપણ દુશ્મન દેશમાં પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે એક્સપ્રેસ-વે પરથી ઉડાન ભરી શકે છે.
કવાયતમાં ભાગ લેનારા ફાઇટર પ્લેન અને તેની ખાસીયત
- રાફેલ: આધુનિક ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લાંબા અંતરની મિસાઇલથી સજ્જ ભારતીય વાયુસેનાનું ટોચનું ફાઇટર પ્લેન
- SU-30 MKI: આ ટ્વીન-સીટર પ્લેન લાંબા અંતરની સ્ટ્રાઇક ઓપરેશન્સ માટે સક્ષમ છે, અને પોતાની સાથે બ્રહ્મોસ જેવી મિસાઇલ લઇ જવા સક્ષમ છે.
- મિરાજ-2000: ફ્રાન્સ મૂળનું આ વિમાન હાઇ-સ્પીડમાં આંતરિયાણ વિસ્તારોમાં સ્ટ્રાઇક કરવા સક્ષમ છે, અને પરમાણુ હથિયાલ લઇ જવા સક્ષમ છે.
- મિગ-29 : આ ફાઇટર પ્લેન અતિ ઝડપી અને ઊંચી ઉડાન ક્ષમતા ધરાવે છે. તે હાઇટેક રડારને ચકમો આપવાની ક્ષમતા ધરાવે છે.
- જગુઆર: જમીન પર સટીક હુમલો અને એન્ટિ શીપ મિશન માટે વપરાતું ફાઇટર પ્લેન.
- C-130J સુપર હર્ક્યુલસ: આ પ્લેન ભારે માલ-સામાનના પરિવહન સાથે સુરક્ષા દળોની તૈનાતી, આપત્તિ સમયે રાહત અને બચાવ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
- AN-32: ઊંચાઈવાળા વિસ્તારોમાં માલસામાન અને સૈનિકોના પરિવહન માટે યોગ્ય પ્લેન
- Mi-17 V5 હેલિકોપ્ટર: શોધ અને બચાવ સહિત અનેક ઉદ્દેશો પાર પાડવા માટેનું શ્રેષ્ઠ હેલીકોપ્ટર.
આ પણ વાંચો --- Pahalgam terrorist attack: 'ભારતને આત્મરક્ષાનો અધિકાર', ચીન પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું, તો અમેરિકાએ કહી મોટી વાત