Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Indian American Attitudes Survey: " 40% ભારતીયો અમેરિકા છોડવા માંગે છે!"

Indian Americans leaving USA survey 2026: IAASના તાજેતરના સર્વે મુજબ, અમેરિકામાં વસતા 40% ભારતીયો દેશ છોડવા વિચારી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ, વધતી મોંઘવારી, જટિલ ઈમિગ્રેશન પ્રક્રિયા અને ભેદભાવ આ પાછળના મુખ્ય કારણો છે. ભારતીયો અમેરિકાની વસ્તીના માત્ર 1.5% હોવા છતાં ટેક્સમાં 6% અને હેલ્થકેર ક્ષેત્રે મોટું યોગદાન આપે છે. જો ભારતીયો સ્થળાંતર કરશે તો અમેરિકી અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે
indian american attitudes survey    40  ભારતીયો અમેરિકા છોડવા માંગે છે
Advertisement

. IAAS મુજબ, 40 % ભારતીય અમેરિકા છોડવા ચાહે છે
. 58 % ને રાજકારણ અને 71 %ને ટ્રમ્પ નથી આવી રહ્યા પસંદ
. ભારતીયોના અમેરિકા છોડવાથી દેશની ઈકોનોમી પર અસર પડશે

Indian American Attitudes Survey (IAAS): અમેરિકામાં ભારતીય મૂળના (Indian Americans) 52 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ (Carnegie Endowment for International Peace) દ્વારા કરાવવામાં આવેલા ઈન્ડિયન અમેરિકન એટિટ્યૂડ્સ સર્વે (Indian American Attitudes Survey - IAAS) થી ઉજાગર થયું છે કે તેમાંના 40 ટકા ભારતીય મૂળના લોકો અમેરિકા છોડવા માંગે છે.

Advertisement

ભારતીય મૂળના લોકોને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નો બીજો કાર્યકાળ પસંદ આવ્યો નથી. કારણ છે ઈમિગ્રેશન (Immigration) ની જટિલ થઈ રહેલી પ્રક્રિયા, વધતી મોંઘવારી (rising inflation) અને વધતા ભેદભાવ (discrimination) .

Advertisement

આ પણ વાંચો: નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

ભારતીયોની સંખ્યા ઓછી, પણ યોગદાન મોટું

IAAS ના સર્વેમાં સામેલ 14 ટકા લોકોનું કહેવું છે કે તેમને હંમેશા અમેરિકા છોડવાનો વિચાર આવે છે, જ્યારે 26 ટકા ક્યારેક જ આવું વિચારે છે. અમેરિકામાં રહેતા 58 ટકા ભારતીય મૂળના લોકોને ત્યાંની રાજનીતિ પસંદ આવી રહી નથી.

54 ટકા લોકોનું કહેવું છે કે રહેવાનો ખર્ચ વધી રહ્યો છે, માટે તે અમેરિકા છોડવા ચાહે છે. અમેરિકાની વસ્તીમાં ભલે ભારતીયોની સંખ્યા માત્ર 1.5 ટકા છે, પરંતુ ત્યાંની ટેક્સની આવકમાં તેમનું યોગદાન 6 ટકા છે.

Trump નું કામકાજ નથી પસંદ

71 ટકા ભારતીય મૂળના લોકોને ટ્રમ્પનું કામકાજ પસંદ પડતું નથી. ધાર્મિક સમાવેશની ઉણપ પણ તેમની એક મુશ્કેલી છે. પછી ટ્રમ્પ સરકારની કેટલીક નીતિઓથી લાગી રહ્યું છે કે અમેરિકા માત્ર અમેરિકન્સ માટે છે. તેનાથી ભારતીય મૂળના લોકોમાં પોતાની ઓળખને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!

હેલ્થ સેક્ટર (Health Sector) માં હાજરી

જો કે અમેરિકાની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં ભારતનું મોટું યોગદાન છે. ત્યાં લગભગ 10 લાખ ડોક્ટરો છે. તેમાંથી 2.6 લાખ પ્રવાસી છે. જ્યારે ભારતીય મૂળના લગભગ 60 હજારથી 1 લાખ ડોક્ટરો છે. એટલે કે ભારતીય મૂળના ડૉક્ટરોની હિસ્સેદારી લગભગ 8.5 ટકાથી 9 ટકા જેટલી છે. આ જણાવે છે કે અમેરિકાની હેલ્થ સિસ્ટમ પણ ભારતીયો વગર અધુરી છે.

આ સિવાય અમેરિકામાં લગભગ 34 લાખ નર્સ છે. તેમાંથી 16 ટકા પ્રવાસી છે અને લગભગ 30થી 35 હજાર ભારતીય મૂળની નર્સો છે. ભારતની નર્સો ત્યાંની હોસ્પિટલ્સ, ઓલ્ડ એઝ હોમ્સ અને ઈમરજન્સી યૂનિટ્સમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. 10-12 હજાર ભારતીય છાત્ર ડિપ્લોમા ઈન મેડિસિન (MD) કરી રહ્યા છે અથા રેઝિડજેન્ટ ડોક્ટર છે. મેડિકલ કોલેજમાં પ્રોફેસર, ડીન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, રિસર્ચ સાઈન્ટિસ્ટ, જેવા પદો પર પણ તેમની સારી સંખ્યા છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી, મેયો ક્લિનિક અને નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ જેવી સંસ્થાઓમાં પણ ઘણાં ભારતીયો છે.

આ પણ વાંચો: US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!

ડૉક્ટર્સ-નર્સ મહત્ત્વના

ઘણાં અન્ય કારણોથી પણ ભારતીય મૂળના મેડિકલ પ્રોફેશનલ્સ અમેરિકા માટે જરૂરી છે. મોટાભાગે અમેરિકાના ડોક્ટર ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા ઈચ્છતા નથી. જ્યારે ભારતીય મૂળના ડોક્ટરો સાથે આવી મુશ્કેલી નથી. કોવિડ-19 મહામારીમાં પણ આ ડોક્ટરોએ અગ્રણી ભૂમિકા નિભાવી હતી. ડોક્ટર અને નર્સ ઉચ્ચ આવક વર્ગમાં આવે છે. માટે વધારે ટેક્સ, ખર્ચ અને રોકાણ દ્વારા તેઓ અમેરિકાની ઈકોનોમીને મજબૂત બનાવે છે.

રણનીતિકારની ભૂમિકા

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વૈજ્ઞાનિક દવાઓના વિકાસની સાથેસાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારીત ચિકિત્સા, બાયોટેક્નોલોજીમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યાં ટોચના પદો પર રહેતા ભારતીય મૂળના ડૉક્ટર્સ જ છે, જે નીતિઓ બનાવે છે. જો તે અમેરિકા છોડે છે, તો ટ્રમ્પ સરકાર માટે પડકાર વધી શકે છે. ત્યાં રહેતા ચીનના પ્રોફેશનલ્સ પર પણ અમેરિકા આ પ્રકારે નિર્ભર છે.

આ પણ વાંચો: Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?

12% વૈજ્ઞાનિક

21મી સદી જો જ્ઞાન અને તકનીકની સદી કહેવામાં આવે છે, તો તેમાં ભારતીયોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. અમેરિકામાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, સોફ્ટવેયર એન્જિનિયર્સ, ઉદ્યમી અને શિક્ષાવિદ્દો તકનીકની સાથે વૈજ્ઞાનિક પ્રગતિમાં પણ યોગદાન આપી રહ્યા છે.

અમેરિકાના આર્થિક વિકાસ, નવાચાર (Innovation) અને નીતિ બનાવવામાં પણ તેમની નિર્ણાયક (Policy Making) ભૂમિકા છે. અમેરિકામાં કુલ વૈજ્ઞાનિકોમાં લગભગ 10-12 ટકા ભારતીય મૂળના છે અને ગત વર્ષ 26 ભારતીયોને ત્યાંની નેશનલ એકેડમી ઓફ ઈન્વેન્ટર્સ ફેલોશિપ માટે પસદ કરવામાં આવ્યા હતા.

મોટું યોગદાન

અમેરિકાની તકનીકી કંપનીઓમાં પણ ભારતીયોની બોલબાલા છે. ત્યાંની યુનિવર્સિટીમાં લગભગ 22 હજાર ભારતીય મૂળના પ્રોફેસર છે. ટોચની સંસ્થાઓમાં ભારતીય મૂળના ડીન, ડાયરેક્ટર અને રિસર્ચ હેડ છે. વિદેશી વિદ્યાર્થીઓમાં પણ ભારતીય સ્ટૂડન્ટ્સની સંખ્યા સૌથી વધારે છે. માટે ભારતીય મૂળના લોકોનું મોટું યોગદાન અમેરિકામાં અવગણી શકાય તેમ નથી.

આ પણ વાંચો: હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

Tags :
Advertisement

.

×