ઓપરેશન સિંદૂરમાં 3000 અગ્નિવીરો સૈનિકોએ પાકિસ્તાનને હંફાવ્યું
- અગ્નિવીર યોજના સામે સવાલો ઉઠાવતા લોકોના મોંઢા સીવાયા
- ઓપરેશન સિંદૂરમાં અગ્નિવીરોએ કમાલ બતાવ્યો
- નવા ભારતના સૈનિકો સામે પાકિસ્તાનને પરસેવો પડી ગયો
AGNIVEER - INDIAN ARMY : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી (PAHALGAM TERROR ATTACK) ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) માં લગભગ 3000 અગ્નિવીર (AGNIVEER) સૈનિકો જોડાયા હતા. આ યુવાન સૈનિકોની સરેરાશ ઉંમર માત્ર 20 વર્ષ છે. છેલ્લા બે વર્ષમાં અગ્નિપથ યોજના હેઠળ તેમની ભરતી કરવામાં આવી છે. તેમણે ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોમાં મહત્વપૂર્ણ શસ્ત્રો અને વ્યવસ્થાનું સંચાલન કર્યું છે.
મુશ્કેલ પરિસ્થિતિઓમાં તાલીમનો પરચો બતાવ્યો
દુશ્મન દેશ પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારતના લશ્કરી ઠેકાણા, એરપોર્ટ અને શહેરો પર હુમલો કર્યો હતો. તેની સામે અગ્નિવીરોએ બહાદુરી પૂર્વક વળતો પ્રહાર કર્યો હતો. અને આ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા. અહેવાલ મુજબ, અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા આ યુવાન સૈનિકોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની તાલીમનો પરચો બતાવ્યો હતો.
અનેક હવાઈ સંરક્ષણ એકમોમાં 200 જેટલા અગ્નિવીરોને તૈનાત
સૂત્રોનું કહેવું છે કે, અગ્નિવીરોએ પહેલીવાર યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તેમણે પાકિસ્તાની હુમલાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની હિંમત અને સ્કિલ્સ સામાન્ય સૈનિકો જેટલા જ કારગર રહ્યા છે. અગ્નિપથ યોજના પર ચાલતી ચર્ચાઓ ડામવા માટે આ એક જવાબ છે. અનેક હવાઈ સંરક્ષણ એકમોમાં 200 જેટલા અગ્નિવીરોને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. અગ્નિવીરોએ ચાર વિશિષ્ટ ક્ષેત્રોમાં સેવા આપી હતી - ગનર, ફાયર કંટ્રોલ ઓપરેટર, રેડિયો ઓપરેટર અને બંદૂકો અને મિસાઇલોથી સજ્જ ભારે વાહનોમાં ક્રૂ.
હવામાં પ્રહાર કરતી મિસાઇલોના ઉપયોગમાં સામેલ
તેમણે 'આકાશતીર' ના સંચાલમાં પણ મદદ કરી હતી, જે ભારતના હવાઈ સંરક્ષણમાં જવાબી કાર્યવાહીનો મુખ્ય આધાર બની ગયો હતો. અગ્નિવીર ખભા પરથી છોડવામાં આવતી મિસાઇલો છોડવા, L-70 અને Zu-23-2B જેવી વિમાન વિરોધી બંદૂકો ચલાવવામાં સક્ષમ, પેચોરા, શિલ્કા, ઓએસએ-એકે, સ્ટ્રેલા અને તુંગુસ્કા જેવી ઓપરેટિંગ સિસ્ટમ્સમાં અને આકાશ અને અન્ય સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોના ઉપયોગમાં સામેલ રહ્યા હતા.
આ પણ વાંચો --- જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ 3થી 4 આતંકવાદીની કરી ઘેરાબંધી