ઈન્ડિયન કોસ્ટગાર્ડનું સૌથી મોટુ ઓપરેશન, Andaman પાસે દરિયામાંથી ઝડપ્યુ 5 ટનથી વધુ Drugs
- કોસ્ટગાર્ડે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડ્યો
- કોસ્ટ ગાર્ડે Andaman ના સમુદ્રમાંથી 5500 કિલો Drugs જપ્ત
- આ જથ્થાની કિંમત 25 હજાર કરોડથી વધુ આંકવામાં આવી
ભારતીય કોસ્ટ ગાર્ડે Andaman ના પાણીમાં એક માછીમારી બોટમાંથી લગભગ 5500 કિલો (લગભગ 5 ટન) વજનના માદક દ્રવ્યોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. તેની કિંમત 25,000 કરોડ રૂપિયા છે. આ બોટ કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એરક્રાફ્ટના પાયલોટે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન જોઈ હતી.
સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે, કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો માલ છે. આ કન્સાઈનમેન્ટ ક્યાંથી આવી રહ્યું હતું અને કોને અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મહિનાની શરૂઆતમાં, એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠે ભારતીય જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું અને આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ સિવાય ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો Drugs જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો : Rajasthan માં અનોખી ઘટના, ડોક્ટરો બન્યા Ghajini...!
NCB એ નિવેદન આપ્યું...
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "સાગર મંથન-4" નામનું આ ઓપરેશન ગુપ્ત માહિતી પર આધારિત હતું. નૌકાદળે દરિયાઈ પેટ્રોલિંગ એસેટ્સનો ઉપયોગ કરીને જહાજને ઓળખી અને અટકાવ્યું. આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડ્રગની જપ્તીને સરકારની પ્રતિબદ્ધતા અને તેની એજન્સીઓ વચ્ચેના સંકલનનું ઉદાહરણ ગણાવ્યું હતું.
આ પણ વાંચો : Maharashtra : ફડણવીસ, શિંદે અને અજિત દિલ્હી જવા રવાના, CM ના નામ પર લાગશે મહોર...!