Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો ડંકો વાગ્યો, કોહલી-તેંદુલકરના ક્લબમાં સામેલ

દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની વનડે શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. તેણે ત્રીજી મેચમાં 27 રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 11,480 થી વધુ રન પણ બનાવ્યા છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માનો ડંકો વાગ્યો  કોહલી તેંદુલકરના ક્લબમાં સામેલ
Advertisement
  • ODI માં ભારતીય ખેલાડીઓ દ્વારા રેકોર્ડ બનાવવાનો સિલસિલો જારી
  • વિરાટ બાદ હવે રોહિત શર્માનો ડંકો વાગ્યો
  • ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન બનાવનારા ખેલાડીના ક્લબમાં સામેલ

Rohit Sharma Completed 20,000 Run : વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી વનડેમાં, ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ બેટિંગમાં પોતાના કરિયરનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 20 હજાર રન પૂર્ણ કર્યા છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી હતી, પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો અને તરત જ તેણે પોતાની ઇનિંગમાં 27 રન બનાવ્યા હતું.

રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા

દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની વનડે શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. તેણે ત્રીજી મેચમાં 27 રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કર્યા છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 11,480 થી વધુ રન પણ બનાવ્યા છે.

Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

  • સચિન તેંડુલકર - 34,357 રન
  • વિરાટ કોહલી - 27,910 રન
  • રાહુલ દ્રવિડ - 24,064 રન
  • રોહિત શર્મા - 20,018 રન
  • સૌરવ ગાંગુલી - 18,433 રન

20,000 રનનો આંકડો પાર કરનારો માત્ર 14 મો ખેલાડી

રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે, જે 20,000 રનનો આંકડો પાર કરનારો માત્ર 14 મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની 538 મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડી વિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50 સદી ફટકારી છે.

Advertisement

આ પણ વાંચો ------  India Vs SA ODI : ભારત સામે 271 રનનું લક્ષ્ય, કુલદીપ-કૃષ્ણાએ લીધી 4-4 વિકેટ

Tags :
Advertisement

.

×