Cricketer Sanju Samson અંગે મોટી અપડેટ, સેમિફાઇનલ રમવા પર પ્રશ્ન !
- Cricketer Sanju Samson ને લઇને રહસ્ય ઘેરાયું
- છેલ્લી મેચમાં સંજૂએ હેલમેટ બાજુ પર ઉતારીને મુક્યું હતું
- સંજૂની હરકતને લેવલ 1 ગુનો માનવામાં આવતી હોવાની ચર્ચા
- આગામી સમયમાં આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું
Cricketer Sanju Samson : વેસ્ટ ઇન્ડીઝ (India Vs West Indies) સામે સુપર 8 (T20 World Cup - Super 8 Match) માં ભારતને મહત્વપૂર્ણ જીત અપાવનાર સંજુ સેમસન (Indian Cricketer - Sanju Samson) પર ICC દ્વારા કાર્યવાહી અંગે પ્રબળ ચર્ચા ચાલી રહી છે. ICC ની શિસ્ત સમિતિ મેચ પછી તેની ઉજવણીની તપાસ કરી રહી છે. ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલ પહેલા તેના પર પ્રતિબંધ મૂકી શકાય છે કે, કેમ તે અંગે સોશિયલ મીડિયા પર માહોલ ગરમાઇ ચૂક્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો -------- T20 World Cup : "રુલાએગા ક્યા પગલે?" જીત બાદ સંજુ અને સૂર્યા વચ્ચેનો વીડિયો થયો વાયરલ
Cricketer Sanju Samson, આ રીતે મામલો દંડનીય બને છે
વેસ્ટ ઇન્ડીઝ સામેની કરો યા મરો મેચમાં, સંજુએ વિજેતા શોટ મારતાની સાથે જ, તેણે ઉત્સાહમાં પોતાનું હેલ્મેટ ઉતારીને જમીન પર ફેંકી દીધું હતું, ત્યારબાદ તેણે ઘૂંટણિયે પડીને ભગવાનનો આભાર માન્યો હતો. ICC ના નિયમોના કલમ 2.2 મુજબ, કોઈપણ ક્રિકેટ સાધનો (જેમ કે બેટ, હેલ્મેટ અથવા સ્ટમ્પ) નો અનાદર કરવો, અથવા ખેલાડીને જોખમમાં મૂકે તેવી રીતે ફેંકવું એ દંડનીય ગુનો છે.
Cricketer Sanju Samson, ડિમેરિટ પોઇન્ટ મળી શકે
ICC ગુસ્સામાં, અથવા વધુ પડતા આનંદમાં હેલ્મેટ ફેંકવાને લેવલ 1 નો ગુનો માને છે. અગાઉ, સ્કોટલેન્ડના ખેલાડી જ્યોર્જ મુન્સીએ વર્લ્ડ કપ દરમિયાન આવી જ રીતે હેલ્મેટ ફેંક્યું હતું, જેના માટે તેને ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા. લેવલ 1 ના ગુનાઓ સામાન્ય રીતે પ્રતિબંધમાં પરિણમતા નથી. મહત્તમ દંડ મેચ ફીના 50 % દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ છે.
ઇરાજો ઇજા પહોંચાડવાનો નહતો
જો કોઈ ખેલાડી લેવલ 2 નો ગુનો કરે છે, અથવા 24 મહિનાની અંદર લેવલ 1 નો ગુનો પુનરાવર્તિત કરીને ચાર ડિમેરિટ પોઈન્ટ મેળવે છે, તો જ તેને પ્રતિબંધિત કરવામાં આવે છે. સંજુએ અગાઉ આવો ગુનો કર્યો નથી. તેથી, અહેવાલો સૂચવે છે કે, ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચ માટે તેના પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા નથી. મેચ રેફરી એવું પણ વિચારી શકે છે કે, સંજુનો ઇરાદો અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવાનો કે કોઈ ખેલાડીને ઇજા પહોંચાડવાનો નહોતો.
આરામદાયક જીત મેળવી આપી
ICC T20 વર્લ્ડ કપમાં મોટાભાગની ગ્રુપ સ્ટેજ મેચો માટે બેન્ચ પર બેઠેલા સંજુ સેમસનએ સુપર 8 માં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બેટિંગ કરી અને ભારતના સેમિફાઇનલમાં પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 196 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતી વખતે, ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ વિકેટોનો ઝટકો લાગ્યો હતો. પરંતુ સંજુ સેમસને માત્ર 50 બોલમાં અણનમ 97 રન ફટકારીને ચાર બોલ બાકી રહેતા આરામદાયક વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે 5 માર્ચે સેમિફાઇનલમાં મજબૂત ઈંગ્લેન્ડનો સામનો કરશે.
આ પણ વાંચો -------- SA vs NZ: શું ન્યુઝીલેન્ડ બદલી શકશે 19 વર્ષ જૂનો ઇતિહાસ? આજે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે


