'Pahalgam Attack પછી હું તૈયાર ન્હતો', પાકિસ્તાન સાથે નહીં રમવા અંગે શિખર ધવને ખોલ્યા રાઝ
- પાકિસ્તાન સામે મેચ નહીં રમવા અંગે શીખર ધવને પોડકાસ્ટમાં આપી માહિતી
- શીખર ધવને પહલગામ હુમલાનો વખોડ્યો, અને પોતાનું દુખ વ્યક્ત કર્યું
- સાથે જ ભારત અને પાકિસ્તાનની મેચ સમયનો માહોલ પણ વર્ણવ્યો
Shikhar Dhawan On Match With Pakistan : શિખર ધવને થોડા મહિના પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાન લિજેન્ડ્સ ટીમ સામે ના્ રમવાના (Shikhar Dhawan On Match With Pakistan) પોતાના નિર્ણય વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આ ટુર્નામેન્ટમાં, ભારતીય ચેમ્પિયન ટીમે પાકિસ્તાન સામેની બંને મેચ (સેમીફાઇનલ સહિત) રમવાનો ઇનકાર કર્યો હતો. શાહિદ આફ્રિદીની પાકિસ્તાન ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેઓ દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સ સામે હારી ગયા હતા.
પોડકાસ્ટમાં સવાલો પુછ્યા
પહેલગામ આતંકવાદી હુમલા પછી તરત જ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટ રમાઈ રહી હતી. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 ભારતીય નાગરિકો માર્યા ગયા હતા. દુશ્મન દેશને વળતો પ્રહાર કરવા માટે ભારત સરકારે "ઓપરેશન સિંદૂર" શરૂ કર્યું હતું. તાજેતરના પોડકાસ્ટમાં, શિખર ધવનને પાકિસ્તાન સામે ના રમવાના (Shikhar Dhawan On Match With Pakistan) તેમના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું હતું.
તેથી હું રમ્યો નહીં
શિખર ધવને "ફિગરિંગ આઉટ વિથ રાજ શમાની" પોડકાસ્ટ (Shikhar Dhawan On Poscast) પર કહ્યું કે, "મેં ઘટનાના બે મહિના પહેલા આયોજકોને કહ્યું હતું કે, હું પાકિસ્તાન સામે નહીં રમું (Shikhar Dhawan On Match With Pakistan) કારણ કે, મને લાગ્યું કે જે કંઈ બન્યું હતું - આતંકવાદી હુમલા, ઓપરેશન સિંદૂર અને યુદ્ધ - તેના ઘા હજુ પણ ખૂબ તાજા હતા, અને મારો આત્મા રમવા માટે તૈયાર નહોતો, તેથી હું રમ્યો નહીં." તે સમયે, મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે હું રમવા માંગતો નથી. અને જ્યારે હું ત્યાં ગયો, ત્યારે મને તે સમયે પાકિસ્તાન સામે રમવાનું યોગ્ય લાગ્યું નહીં.
ઘટનાઓ બનવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ
શિખર ધવન આગળ કહે છે, "...અને તે સમયે, જે રીતે ઘટનાઓ બની, જે રીતે આપણા ભારતીયો, આપણા હિન્દુ ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો તેનાથી મને દુઃખ થયું. તે ખૂબ જ ખોટું હતું, તેથી તે પીડા રહી (Shikhar Dhawan On Match With Pakistan), તેથી મેં તે પીડાનું સન્માન કર્યું અને હું તેની સાથે ચાલ્યો હતો. આ યુગમાં આવી ઘટનાઓ બનવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જુઓ, કોઈનો આખો પરિવાર નાશ પામ્યો. તેઓ ફક્ત પ્રવાસ માટે બહાર હતા. પરિવાર નાશ પામ્યો. તે ખૂબ જ દુઃખદ છે."
જો સરકાર કહે તો....
ભારતીય ટીમે તાજેતરના એશિયા કપમાં પાકિસ્તાન સામે ત્રણ મેચ રમી અને ત્રણેય જીતી હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ (Shikhar Dhawan On Match With Pakistan) વિશે તેમનો અભિપ્રાય શું છે તે પૂછવામાં આવતા, ધવને કહ્યું, "જો સરકાર કહે છે કે, આપણે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમવું જોઈએ, તો આપણે રમવું જોઈએ."
કારગિલ યુદ્ધ પર ટિપ્પણી કરવા લાગ્યા
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં બે મેચ હાર્યા પછી, શિખર ધવન અને શાહિદ આફ્રિદી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થયું હતું. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે ત્યારબાદ ભારતીય સેના પર નિશાન સાધ્યું હતું, જેના કારણે ધવન સોશિયલ મીડિયા પર કારગિલ યુદ્ધ પર ટિપ્પણી કરવા લાગ્યા હતા (Shikhar Dhawan On Match With Pakistan). શિખર ધવનને ભારતીય ટીમ તરફથી રમતા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાતી વખતે વાતાવરણ વિશે પણ પૂછવામાં આવ્યું હતું.
ચાહકો આવશે, તેઓ ભેગા થશે
શીખર ધવને (Shikhar Dhawan On Match With Pakistan) સમજાવ્યું કે, "ત્યારે વાતાવરણ અલગ હોય છે. આખું વાતાવરણ બદલાય છે. બંને પ્રકારના ચાહકો ખૂબ જ ઉત્સાહ સાથે આવે છે. બધું વાતાવરણથી પ્રભાવિત થાય છે. માહોલ બનાવવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચ માટે વાતાવરણ બે કે ત્રણ દિવસ અગાઉથી માહોલ બનવાનું શરૂ થાય છે. બધા ભારતીય ચાહકો આવશે, પાકિસ્તાની ચાહકો આવશે. તેઓ ભેગા થશે."
એક અલગ વાતાવરણ છે
ધવને (Shikhar Dhawan On Match With Pakistan) વધુમાં કહ્યું, "ઢોલ વાગશે, તેઓ નાચશે, તેઓ ગાશે, અને જ્યારે તમે મેચ જોવા જશો, ત્યારે બધા ચાહકો, ભારતીય અને પાકિસ્તાની બંને, ત્યાં હશે, બૂમો પાડશે. મેચ દરમિયાન અવાજ થશે. તેથી તે એક અલગ વાતાવરણ છે, ખૂબ જ ઉત્તેજક ઊર્જા સાથે." એક સંપૂર્ણપણે અલગ વાતાવરણ.
આ પણ વાંચો ----- 17 હજાર કરોડ રૂપિયાથી વધુમાં RCB ખરીદવાની તૈયારી, જાણો કોણ છે ખરીદનાર?