'મુસ્લિમ દેશના નામે પાકિસ્તાન પ્રોપેગેંડા ફેલાવે છે' - અસદુદ્દીન ઔવૈસી
- પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે ભારતની વ્યુહાત્મક રણનિતી
- દુનિયાભરમાં સાંસદોનું પ્રતિનિધી મંડળ મોકલ્યું
- સાંસદ અસદુદ્દીન ઔવૈેસીએ પાકિસ્તાનની બરાબર શાબ્દિક ધુલાઇ કરી
AIMIM MP Asaduddin Owaisi : આતંકવાદને પોષતા પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ ભારત દ્વારા વિશ્વભરમાં સાંસદનું પ્રતિનિધી મંડળ મોકલવામાં આવ્યું છે. આ મંડળના સભ્યો દ્વારા વિવિધ દેશોમાં જઇને પાકિસ્તાન (PAKISTAN) ને ખુલ્લુ પાડવામાં આવી રહ્યું છે. આ ડેલિગેશન પૈકી એક સાંસદ અસદુદ્દીન ઔવૈસી (Asaduddin Owaisi) સાથેનું છે. આ ડેલિગેશન તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યું છે. જેમાં સાઉદી અરેબિયા દ્વારા આતંકવાદ વિરૂદ્ધ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે. આ તકે ઔવૈસીએ કહ્યું કે, મુસ્લિમ દેશના નામે પાકિસ્તાન પ્રોપેગેંડા ફેલાવે છે. પાકિસ્તાન આરબ વર્લ્ડને હંમેશા ભ્રમિત કરે છે.
શૂરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર સાથે પણ આ મુદ્દે ચર્ચા
પાકિસ્તાનને દુનિયાભરમાં ખુલ્લુ પાડવા માટે ભારત સરકાર દ્વારા સાંસદના પ્રતિનિધીમંડળને દુનિયાના દેશોમાં મોકલવામાં આવ્યા છે. આ પૈકી સાંસદ અસદુદ્દીન ઔવૈસી સાથેનું એક ડેલિગેશન સાઉદી અરેબિયા પહોંચ્યું છે. ભારતના ડેલિગેશન દ્વારા સાઉદીના વિદેશ રાજ્ય મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી અદેલ અલ - જુબેર સાથે ડેલિગેશન દ્વારા ચર્ચા કરવામાં આવી છે.આ સાથે શૂરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા દરમિયાન ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનું વલણ સ્પષ્ટ કર્યું છે.
પાકિસ્તાન આરબ વર્લ્ડને હંમેશા ભ્રમિત કરતું આવ્યું છે
આ તકે સાંસદ અસદુદ્દીન ઔવૈસી દ્વારા પાકિસ્તાન પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, ભારતમાં 24 કરોડ મુસલમાન ગર્વથી રહે છે. મુસ્લિમ દેશના નામે પાકિસ્તાન પ્રોપેગેંડા ફેલાવે છે. પાકિસ્તાન આરબ વર્લ્ડને હંમેશા ભ્રમિત કરતું આવ્યું છે. પાકિસ્તાનને FATF ના ગ્રે લિસ્ટમાં નાંખવા માટે ઔવૈસી દ્વારા માંગ કરવામાં આવી છે. જેને પગલે ભારતના દુશ્મન દેશમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.
આ પણ વાંચો --- Elon musk - Donald Trump : ટેસ્લાના સીઈઓએ યુએસ વહીવટથી અલગ થવાની જાહેરાત કરી