ભારત સરકારના 'PRAGATI' પ્રયાસનો કેસ સ્ટડી Oxford University માં રજૂ કરાયો
- ભારત સરકારના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરાહના કરાઇ
- વર્ષ 2011 સુધી અટકેલો પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ થયો તે જણાવાયું
- કેન્દ્રએ મહાષ્ટ્રને નિર્ણય લેવા માટેની સત્તા આપી દીધી
Indian Govt PRAGATI Initiative Case Study In Oxford University : ડિસેમ્બર 2024 માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સૈદ બિઝનેસ સ્કૂલ દ્વારા પ્રકાશિત એક કેસ સ્ટડીમાં ભારતના પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ) પ્લેટફોર્મને એક અસરકારક અને પરિવર્તનશીલ વહીવટી મિકેનિઝમ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ લાંબા સમયથી વિલંબિત માળખાકીય પ્રોજેક્ટ્સને વેગ આપવામાં અને સરકારી તંત્રમાં સંકલન સુધારવામાં સફળ રહ્યું છે.
પ્રોજેક્ટ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા
“From Gridlock to Growth: How Leadership Enables India’s PRAGATI Ecosystem to Power Progress” શીર્ષકવાળા આ અભ્યાસને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. PRAGATI ને ભારતના ડિજિટલ ગવર્નન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી સિસ્ટમના કેન્દ્રમાં મુકવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટ અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2011 સુધીમાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ અધૂરો રહ્યો
કેસ સ્ટડીમાં ખાસ કરીને નેશનલ હાઇવે 8 (હવે NH-48) ના દહિસર-સુરત વિભાગનો ઉલ્લેખ છે. સુરત, ગુજરાત અને દહિસર, મહારાષ્ટ્ર વચ્ચેના આ 239-કિલોમીટર હાઇવેનો પટ ફેબ્રુઆરી 2008 માં ચાર-લેન રોડને છ લેન સુધી વિસ્તૃત કરવા અને વંચિત સમુદાયો માટે સર્વિસ રોડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2011 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ તે વર્ષો સુધી અધૂરો રહ્યો હતો.
જમીન સંપાદન અને જરૂરી પરવાનગીઓને નકારી કાઢી
2014 સુધીમાં, પ્રોજેક્ટનો લગભગ આઠ કિલોમીટર અધૂરો રહ્યો હતો. આનું સૌથી મોટું કારણ મુંબઈ નજીકનો 1.5 કિલોમીટરનો ભાગ હતો, જે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતો હતો. રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડે જમીન સંપાદન અને જરૂરી પરવાનગીઓને નકારી કાઢી હતી, જેના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્રીય વન્યજીવન નિયમનકારો વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી.
પરિસ્થિતિ બદલાઈ ગઈ
PRAGATI ને ભારતના ડિજિટલ ગવર્નન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી સિસ્ટમના કેન્દ્રમાં મુકવામાં આવ્યું છે નોંધાયેલો હોવા છતાં, તેનો ઉકેલ અધૂરો રહ્યો હતો. ઓક્સફર્ડ કેસ સ્ટડી મુજબ, 2017 માં જ્યારે પ્રોજેક્ટને પ્રગતિ પ્લેટફોર્મ હેઠળ સીધી સમીક્ષા માટે લાવવામાં આવ્યો ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પ્રગતિએ વિવિધ હિસ્સેદારો વચ્ચે સંવાદ ફરીથી શરૂ કર્યો, અને રાજ્ય-કેન્દ્રીય વિવાદના નિરાકરણ માટે માર્ગ ખોલ્યો હતો.
ચોક્કસ શરતો સાથે પ્રોજેક્ટને મંજૂરી આપી
કરાર હેઠળ, રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડે મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવન બોર્ડને અંતિમ નિર્ણય લેવાની મંજૂરી આપી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બોર્ડે ચોક્કસ શરતો સાથે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આમાં વન્યજીવન, ખાસ કરીને દીપડાઓના રક્ષણ માટે ધ્વનિ અવરોધો અને રક્ષણાત્મક સીમાઓ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
અટકેલા પ્રોજેક્ટ્સ આગળ ધપાવી શકે
ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે, આ ઉદાહરણ દર્શાવે છે કે, નેતૃત્વ-આધારિત દેખરેખ અને સંકલિત સમીક્ષા પદ્ધતિઓ લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને કેવી રીતે આગળ ધપાવી શકે છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં પ્રગતિ સમીક્ષા બેઠકોએ વહીવટી અવરોધો દૂર કરવાની સાથે, પર્યાવરણીય, વિકાસલક્ષી અને સંસ્થાકીય સંતુલન પણ જાળવી રાખ્યું હતું.
આ પણ વાંચો --------- ભારત સામે વધી રહેલા ભૂ-રાજકીય સંકટોને જોતા 2026માં Defence Budget વધશે?


