Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian guru and Businessman : શરબત જેહાદ વિવાદમાં બાબા રામદેવને કોર્ટની ફટકાર

HCએ જણાવ્યું છે કે રામદેવ કોઈના વશમાં નથી, તેની દુનિયામાં રહે છે. કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ
indian guru and businessman   શરબત જેહાદ વિવાદમાં બાબા રામદેવને કોર્ટની ફટકાર
Advertisement
  • દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવનો બરાબર લીધો ઉધડો
  • રામદેવ કોઈના વશમાં નથી, તેની દુનિયામાં રહે છેઃ HC
  • કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ

Indian guru and Businessman : શરબત જેહાદ વિવાદમાં બાબા રામદેવને કોર્ટની ફટકાર છે. જેમાં દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવનો બરાબર ઉધડો લીધો છે. તેમાં HCએ જણાવ્યું છે કે રામદેવ કોઈના વશમાં નથી, તેની દુનિયામાં રહે છે. કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ. મનાઈ છતાં વિવાદિત વીડિયો પોસ્ટ કરતાં કોર્ટ લાલઘૂમ થઇ છે. આદેશને ઘોળીને પી જતાં અવમાનનાની નોટિસ અપાશે. તથા હમદર્દની રૂહ અફ્ઝા બ્રાન્ડ સંદર્ભે ટિપ્પણીથી વિવાદ થયો હતો.

જાણો શું હતો સમગ્ર મામલો

'મસ્જિદો અને મદરેસા તેમના શરબતના પૈસાથી બને છે', બાબા રામદેવે પતંજલિ જ્યુસનો પ્રચાર કરતી વખતે નવો સૂર શરૂ કર્યો હતો. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં 'શરબત જેહાદ' ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો હતો. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા 10 મિનિટના વીડિયોમાં, રામદેવે બીજી કંપની પર શરબતમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ કરીને મસ્જિદો અને મદરેસા બનાવવાનો આરોપ લગાવ્યો, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Advertisement

પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે

વીડિયોમાં, રામદેવ કહે છે, "એક કંપની છે જે શરબત વેચે છે અને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. સારું, આ તેમનો ધર્મ છે. તે કંપનીનું શરબત પીવાથી મસ્જિદો અને મદરેસા બનાવવામાં મદદ મળે છે, જ્યારે પતંજલિનું શરબત પીવાથી ગુરુકુલ, આચાર્યકુલમ, પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ મળશે." રામદેવે ઠંડા પીણાને 'ટોઇલેટ ક્લીનર્સ' ગણાવ્યા અને પતંજલિ ઉત્પાદનોને 'સ્વદેશી, સનાતન અને સાત્વિક' વિકલ્પ ગણાવ્યા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "ઠંડા એટલે શૌચાલય સાફ કરનાર અને શરબત, જેહાદનો સ્વદેશી સનાતન સાત્વિક વિકલ્પ શું છે?" રામદેવનું આ નિવેદન પતંજલિના ગુલાબ શરબત અને અન્ય રસને પ્રોત્સાહન આપવા માટે આવ્યું છે. આ પહેલા પણ પતંજલિ ભ્રામક જાહેરાતો અને વિવાદાસ્પદ દાવાઓને કારણે સમાચારમાં રહી છે.

Advertisement

આ પણ વાંચો: Poshan Pakhawadiyu 2025: બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર

Tags :
Advertisement

.

×