NEERAJ CHOPRA એ વર્લ્ડ રેન્કિંગમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું
- નીરજ ચોપરાએ દેશનું નામ દુનિયામાં રોશન કર્યું
- વર્લ્ડ એથ્લેટિક્સની વેબસાઇટના રેંકીગમાં ટોચનું સ્થાન મેળવ્યું
- પાકિસ્તાનના ખેલાડી ચોથા ક્રમાંકે આવ્યો
NEERAJ CHOPRA : ભારતના સ્ટાર ભાલા ફેંક ખેલાડી (JAVELIN PLAYER - INDIA) નીરજ ચોપરા (NEERAJ CHOPTA) ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર-1 (RANKED NUMBER - 1) સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ (WORLD ATHLETICS) ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલ તાજા રેન્કિંગમાં નીરજે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જે ભારત માટે ગર્વની વાત છે. નીરજ ચોપડાએ ફરી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે.
વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન ચોથા સ્થાને
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ બ્રસેલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલ જીત્યા બાદ, પીટર્સે નીરજ પાસેથી નંબર-1 સ્થાન છીનવી લીધું હતું. બાદમાં નીરજે સતત સારું પ્રદર્શન કરીને ફરીથી રેસ જીતી લીધી હતી. તાજા રેન્કિંગ અનુસાર નીરજ ચોપરા 1445 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, અને પીટર્સ 1431 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જર્મનીના જુલિયન વેબર 1407 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ 1370 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
પોતાના ટાઇટલને બચાવવા પ્રયાસ કરશે
27 વર્ષીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા આ વર્ષે સપ્ટેમ્બરમાં ટોક્યોમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના ટાઇટલને બચાવવા પ્રયાસ કરશે. તેઓએ આ સિઝનની શરૂઆત એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રૂમમાં એક આમંત્રણ મીટથી કરી હતી, તેમાં તેઓએ 84.52 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી.
તેઓની કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હતો
તે બાદ મે મહિનામાં, દોહા ડાયમંડ લીગમાં, તેણે પહેલી વાર 90 મીટરનું અંતર પાર કર્યું અને 90.23 મીટરનો થ્રો ફેંક્યો, જે તેઓની કારકિર્દીનો શ્રેષ્ઠ થ્રો હતો. જોકે, તે આ સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યો, કારણ કે જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બાદમાં પોલેન્ડના ચોરજો માં જાનુઝ કુસોચિન્સ્કી મેમોરિયલમાં, નીરજ (84.14 મીટર) પણ વેબર (86.12 મીટર)થી પાછળ રહ્યો. પરંતુ પેરિસ ડાયમંડ લીગમાં, નીરજએ વાપસી કરી અને 88.16 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે મુકાબલો
તાજેતરમાં તેઓએ ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક મીટમાં સિઝનનો પોતાનો ત્રીજો વિજય નોંધાવ્યો હતો, જ્યાં તેણે ફરી એકવાર 88.16 મીટરનું અંતર કાપ્યું હતું. નીરજ ચોપરાનો આગામી મુકાબલો ૫ જુલાઈના રોજ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે યોજાનાર પ્રથમ 'નીરજ ચોપરા ક્લાસિક'માં હશે.
આ પણ વાંચો --- IND vs ENG : Smriti Mandhanaએ રચ્યો ઈતિહાસ, T20I ફટકારી ઐતિહાસિક સદી