મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 માટે ટીમની જાહેરાત, જ્યોતિ સિંહ બન્યા કેપ્ટન
- ચિલીમાં FIH મહિલા જુનિયર હોકી વર્લ્ડ રમાવવા જઇ રહી છે
- ટુર્નામેન્ટ માટે ભારતીય હોકી ટીમની જાહેરાત કરવામાં આવી
- કુલ 20 ખેલાડીઓ ચિલી જશે
Indian Junior Women's Hockey Team : FIH (Indian Junior Women's Hockey Team) મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 (Women's Junior Hockey World Cup - 2025) 25 નવેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન ચિલીના સેન્ટિયાગોમાં યોજાશે. હોકી ઇન્ડિયાએ વર્લ્ડ કપ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં 18 મુખ્ય ખેલાડીઓ અને બે વૈકલ્પિક ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમનું નેતૃત્વ જ્યોતિ સિંહ કરશે
જ્યોતિ સિંહ ભારતીય ટીમનું નેતૃત્વ (Indian Junior Women's Hockey Team) કરશે, જ્યારે નિધિ અને એન્જલ હર્ષા રાની મિંજ ગોલકીપિંગ સંભાળશે. ટીમ તેમની કઠોર તૈયારીઓ બાદ મેદાનમાં સ્થાન જમાવવા અને વિશ્વ મંચ પર મજબૂત હાજરી નોંધાવવાનો પ્રયાસ કરશે.
ભારતીય ટીમને પૂલ C માં મૂકવામાં આવી છે
ભારતીય ટીમને (Indian Junior Women's Hockey Team) જર્મની, આયર્લેન્ડ અને નામિબિયા સાથે પૂલ C માં મૂકવામાં આવી છે. ભારત 1 ડિસેમ્બરે નામિબિયા સામેની મેચથી પોતાના ખેલની શરૂઆત કરશે, ત્યારબાદ 3 ડિસેમ્બરે જર્મની અને 5 ડિસેમ્બરે આયર્લેન્ડ સામેની મેચ રમશે. દરેક પૂલમાંથી ટોચની ટીમો નોકઆઉટ તબક્કામાં જશે, જે 7 થી 13 ડિસેમ્બર દરમિયાન રમાશે.
ટીમના મુખ્ય કોચે આ નિવેદન આપ્યું
ટીમ પસંદગી અંગે (Indian Junior Women's Hockey Team), ભારતીય જુનિયર મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તુષાર ખાંડકરે કહ્યું, " ભારતીય ટીમ અને તેઓ હાલમાં જે રીતે રમી રહ્યા છે, તેનાથી હું ખૂબ જ ખુશ છું. હોકીમાં શિસ્ત મારો મુખ્ય સિદ્ધાંત છે. ટીમ બનાવતી વખતે મેં આ વાત ધ્યાનમાં રાખી હતી. અમે સખત તાલીમ લીધી છે." તેમણે ઉમેર્યું, "અમે અમારા રક્ષણાત્મક માળખા અને વિરોધીના સ્કોરિંગ ઝોનમાં ફિનિશિંગ પર સખત મહેનત કરી છે. છોકરીઓએ છેલ્લા કેટલાક મહિનામાં તેમની રમતમાં નોંધપાત્ર સુધારો અને પરિપક્વતા દર્શાવી છે. અમે બધા ચિલી જવા માટે તૈયાર અને ખૂબ જ ઉત્સાહિત છીએ. છોકરીઓ વર્લ્ડ કપમાં પોતાનું શ્રેષ્ઠ આપવા માટે સંપૂર્ણપણે પ્રેરિત છે."
FIH મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 માટે ભારતીય ટીમ :
- ગોલકીપર્સ : નિધિ અને એન્જલ હર્ષા રાની મિંજ
- ડિફેન્ડર્સ : મનીષા, લલથાનલુઆલાંગી, સાક્ષી શુક્લા, પૂજા સાહુ, નંદિની
- મિડફિલ્ડર્સ : સાક્ષી રાણા, ઈશિકા, સુનિતા ટોપ્પો, જ્યોતિ સિંહ, ખાદેમ શિલીમા ચાનુ, બિનીમા ધન
- ફોરવર્ડ : સોનમ, પૂર્ણિમા યાદવ, કનિકા સિવાચ, હિના બાનો, સુખવીર કૌર
- વૈકલ્પિક ખેલાડી : પ્રિયંકા યાદવ, પાર્વતી ટોપનો
આ પણ વાંચો ----- Anaya Bangar ની ક્રિકેટની પીચ પર થશે વાપસી, વીડિયોમાં આપ્યો મોટો સંકેત