Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

OECD દેશની યાદીમાં ભારતીયોએ શર્મશાર સાથે અવ્વલ સ્થાન મેળવ્યું

OECD Countries Report : 1.9 લાખ ભારતીયોને OECD Countries ની નાગરિકતા મળી હતી
oecd દેશની યાદીમાં ભારતીયોએ શર્મશાર સાથે અવ્વલ સ્થાન મેળવ્યું
Advertisement
  • OECD Countries માં ભારતીય નાગરિકો સૌથી મોખરે સ્થાન ધરાવે
  • 3 લાખ લોકોએ ચીન છોડીને OECD Countries તરફ પગલાં માંડ્યા
  • 1.9 લાખ ભારતીયોને OECD Countries ની નાગરિકતા મળી હતી

OECD Countries Report : the Organisation of Economic Cooperation and Development (OECD) ને સલગ્ન એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વિવિધ દેશમાંથી આર્થિક અને વ્યવસાયિક રીત સદ્ધર થવા માટે અન્ય દેશમાં વસતા નાગરિકોના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. આ અંગે દર્શાવવામાં આવેલા તમામ આંકડાકીય માહિતી OECD ની આંતરરાષ્ટ્રિય આઉટલુક 2024 માં દર્શાવવામાં આવી છે. ત્યારે વર્ષ 2022 માં 5.6 લાખથી પણ વધુ ભારતીયો OECD Countries માં કાયમ માટે રહેવાસી બન્યા હતા.

OECD Countries માં ભારતીય નાગરિકો સૌથી મોખરે સ્થાન ધરાવે

જોકે OECD Countries માં અમેરિકા, બ્રિટેન અને કેનાડા જેવા દેશ મુખ્ય રીતે પહેલી પસંદ કરવામાં આવે છે. OECD ના અહેવાલ પ્રમાણે મોટાભાગના ભારતીયો કામની શોધમાં અથવા પોતાના પરિવાર સાથે આ દેશમાં કાયમ માટે વસવાટ કરે છે. તો OECD માં સ્થળાંતર કરતા નાગરિકોમાં ભારતીય નાગરિકો સૌથી મોખરે સ્થાન ધરાવે છે. વર્ષ 2022 માં ચીનના 3.2 લાખ લોકો OECD Countries માં ગયા હતા. તે ભારતીય નાગરિકોની સરખામણીમાં અડધા કરતા પણ ઓછા છે. ત્યારે વર્ષ 2022 માં OECD Countries માં જતા નાગરિકોની સંથ્યામાં ભારતીયોની સંખ્યા 6.4 ટકા હતી. જ્યારે ચીનની સંખ્યા 3.8 ટકા છે. ત્યારે રશિયામાં OECD Countries ના રિપોર્ટમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે... રશિયાના 2. લાખ લોકો સ્થળાંતર થતા રિપોર્ટમાં 3 નંબર ઉપર આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો :  17 વર્ષે જેલના કેદીથી થયો પ્રેમ, 21 વર્ષ પછી લગ્ન અને સુહાગરાત જેલમાં માણશે

Advertisement

3 લાખ લોકોએ ચીન છોડીને OECD Countries તરફ પગલાં માંડ્યા

વર્ષ 2022 માં 1.12 લાખ ભારતીયો બ્રિટનમાં વસ્યા હતા. ત્યારે 1.25 લાખ ભારતીયોએ અમેરિકામાં સ્થાપિત થવાનું નક્કી કર્યું હતું. જે વર્ષ 2021 ના આંકડાઓ કરતા 35 ટકા વધુ આંકડો હતો. ત્યારે કેનેડામાં વર્ષ 2022 માં આશરે 1.18 લાખ ભારતીયો પહોંચ્યા હતા. તો કોરોના પછી ચીનમાંથી પણ મોટાભાગના લોકો OECD Countries તરફ વળી રહ્યા છે. વર્ષ 2022 માં 3 લાખ લોકોએ ચીન છોડીને OECD Countries તરફ પગલાં માંડ્યા હતા. જ્યારે વર્ષ 2021 કરતા આ સંખ્યા 13 ટકા વધુ છે. તો વર્ષ 2022 માં રશિયાના આશેર 2.7 લાખ લોકોએ OECD Countries માં જીવનને સુરક્ષિત અનુભવ્યું હતું.

1.9 લાખ ભારતીયોને OECD Countries ની નાગરિકતા મળી હતી

તો બીજી તરફ અન્ય દેશની સરખામણીમાં ભારતીય નાગરિકો વહેલી તકે OECD Countries ની નાગરિકતા મેળવી રહ્યા છે. તેના અંતર્ગત વર્ષ 2022 માં આશરે 1.9 લાખ ભારતીયોને OECD Countries ની નાગરિકતા મળી હતી. જે વર્ષ 2021 ના આંકડા કરતા આશરે 40 ટકા વધુ છે. તો વર્ષ 2022 માં કેનેડામાં રહેતા ભારતીયોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. તો અહેવાલના અનુસાર વર્ષ 2023 માં આ સંખ્યામાં વધારો થઈ શકે છે. તો OECD Countries ની નાગરિતા મેળવનારા દેશની યાદીમાં સીરિયા 2 નંબર ઉપર છે. તો 3 નંબર ઉપર મોરક્કો આવે છે. જે બાદ અન્ય દેશના નામ આવે છે.

આ પણ વાંચો :  અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો

Tags :
Advertisement

.

×