INDIAN NAVY માં પ્રથમ સ્વદેશી નિર્મિત એન્ટી સબમરીન યુદ્ધ જહાજ INS 'અર્નાલા' સામેલ
- INS 'અર્નાલા' નામનું મહારાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું
- ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વચ્ચે ભારતીય નેવીની ક્ષમતા વધી
- એક મિનિટમાં 550 રાઉન્ડ ફાયર કરી શકે તેવી આધુનિક ગનથી સુસજ્જ
INDIAN NAVY : ભારતની દરિયાઈ સુરક્ષાની ક્ષમતાઓને મજબુત બનાવવાના પ્રયાસો હેઠળ ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) INS 'અર્નાલા' સોંપવામાં આવ્યું છે. INS 'અર્નાલા' કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા ડિઝાઇન કરાયેલા આઠ યુદ્ધ જહાજોની શ્રેણી પૈકીનું પ્રથમ છે. તમિલનાડુના કટ્ટુપલ્લીમાં એલ એન્ડ ટી શિપયાર્ડ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8, મે ના રોજ તેને ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું છે.
આધુનિક માઇન્સ બિછાવવાની ક્ષમતા
INS 'અર્નાલા' 77 મીટર લાંબુ છે અને તે ડીઝલ એન્જિન-વોટરજેટ દ્વારા સંચાલિત ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. આ યુદ્ધ જહાજ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા પર દેખરેખ, શોધ અને બચાવ કાર્ય, ઓછી તીવ્રતાવાળા દરિયાઈ અભિયાન અને કિનારાના વિસ્તારોમાં એન્ટિ સહમરીન સંબંધિત કામગીરી કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત, તેમાં આધુનિક માઇન્સ બિછાવવાની ક્ષમતા પણ છે.
ઐતિહાસિક અર્નાલા કિલ્લા પરથી નામ રાખવામાં આવ્યું
'અર્નાલા' નામ મહારાષ્ટ્રના વસઈ નજીક ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાનું પ્રતીક ઐતિહાસિક અર્નાલા કિલ્લા પરથી રાખવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS) નિયમો અનુસાર અને GRSE અને L&T શિપયાર્ડની જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળ બનાવવામાં આવ્યું છે. અને સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગાત્મક પ્રયાસો કેવી રીતે સફળ થઈ શકે છે તેનું ઉદાહરણ છે.
તટીય વિસ્તારમાં યુદ્ધ જહાજની ક્ષમતાને ખૂબ જ મજબૂત બનાવશે
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, INS 'અર્નાલા' માં 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ દેશની સ્વદેશી યુદ્ધ જહાજ નિર્માણ ક્ષમતાને સાર્થક કરે છે. આ જહાજની તૈનાતી ભારતીય નૌકાદળની તટીય વિસ્તારમાં યુદ્ધ જહાજની ક્ષમતાને ખૂબ જ મજબૂત બનાવશે.
ઓટોમેટિક ગનથી સજ્જ, દર મિનિટે 550 ગોળીઓ ચલાવશે
INS અર્નાલા 30 એમ એમ CIA - 91 નવલ ઓટોમેટિક ગનથી સજ્જ છે. જે દર મિનિટે 550 રાઉન્ડ ફાયર કરી શકે છે. તેની રેન્જ 4 કિલોમીટર છે. વોટર જેટ પ્રોપલ્શન પાવર્ડ સિસ્ટમથી સજ્જ આ ભારતીય નૌકાદળનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે.
આ પણ વાંચો --- ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનને ઓકાત બતાવી, 50 થી વધુ ડ્રોન તોડી પડાયા