Rafale Marine fighter jets : સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં થશે અભૂતપૂર્વ વધારો, 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો
- 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર થશે હસ્તાક્ષર
- અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો
- રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે
Rafale Marine fighter jets : સમુદ્રમાં ભારતીય નેવીની તાકાતમાં અભૂતપૂર્વ વધારો થશે. આજે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ મરીન વિમાનની ડીલ થશે. તેમાં 26 રાફેલ મરીન એરક્રાફ્ટ માટે કરાર પર હસ્તાક્ષર થશે. અત્યાર સુધીનો સૌથી મોટો 63 હજાર કરોડનો સંરક્ષણ સોદો છે. રાફેલ મરીન એરક્રાફ્ટ પરમાણુ બોમ્બ ફાયર કરી શકે છે. ફ્રાન્સથી 22 સિંગલ સીટર, 4 ડબલ સીટર વિમાન ખરીદાશે. CCSની બેઠકમાં આ સંરક્ષણ સોદાને મંજૂરી અપાઈ હતી. પહલગામ આતંકી હુમલા બાદ CCSની બેઠક મળી હતી.
પહલગામ હુમલા વચ્ચે ભારત સૌથી મોટો સંરક્ષણ સોદો કરવા જઈ રહ્યું છે
પહલગામ હુમલા વચ્ચે ભારત સૌથી મોટો સંરક્ષણ સોદો કરવા જઈ રહ્યું છે. આજે ફ્રાન્સ અને ભારત વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા 63 હજાર કરોડના સંરક્ષણ સોદાના કરાર પર હસ્તાક્ષર કરાશે. ફ્રાન્સ પાસેથી ભારત 26 મરીન રાફેલ એરક્રાફ્ટ ખરીદશે. જેમાં 22 સીંગલ સીટર અને 4 ડબલ સીટર લડાકૂ વિમાનનો સમાવેશ થાય છે. આ લડાકૂ વિમાન પરમાણુ બોમ્બ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. વિમાન ખરીદવાના આ સંરક્ષણ સોદાને લાંબી વાટાઘાટો બાદ 23 એપ્રિલે મળેલી CCSની બેઠકમાં મંજૂરી મળી હતી. રિપોર્ટ પ્રમાણે આ વિમાનોની ડિલીવરી 2028-29માં શરૂ થશે અને 2031 સુધીમાં તમામ વિમાન ભારત પહોંચી જશે. ભારત રાફેલ મરીન વિમાનોને INS વિક્રાંત પર તૈનાત કરશે. આ વિમાનમાં એન્ટી શિપ સ્ટ્રાઈક, ન્યૂક્લિયર હથિયાર લોન્ચ કરવાની ક્ષમતા અને 10 કલાક સુધી ફ્લાઈટ રિકોર્ડ કરવા જેવા અનેકવિધ ફિચર સામેલ છે. આ ઉપરાંત સ્વદેશી હથિયાર પ્રણાલી, સ્પેયર પાર્ટ્સ અને અન્ય જરૂરી ટૂલ્સ પણ આ વિમાનમાં મળશે.
રાફેલ મરીન લડાકૂ વિમાનની ખાસિયત
- 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે
- ન્યૂક્લિયલ પ્લાન્ટ એટેક, એન્ટી શિપ સ્ટ્રાઈક કરી શકે છે
- 3700 કિમીની મિસાઈલ ફાયર રેન્જ ધરાવે છે
- 2200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડાન ભરી શકે છે
- મિડ-એર રિફ્યૂલિંગ અને એડવાન્સ રડાર ટેક્નોલોજી
- બહુ ઓછી જગ્યામાં લેન્ડ કરવાની ધરાવે છે ક્ષમતા
- મજબૂત ફ્રેમ, લેન્ડિંગ ગિયર અને ટેલ હુક જેવા પાર્ટ્સ છે
- 10 કલાક સુધી ફ્લાઈટ ડેટાનું રેકોર્ડિંગ કરી શકે છે
- 9 ટકન સુધીના હથિયારનું વહન કરી શકવાની ક્ષમતા
- હવાથી હવામાં માર કરી શકે તેવી મિસાઈલથી સજ્જ
- એન્ટી શિપ, SCALP પ્રહાર કરતી મિસાઈલથી સજ્જ
- INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે રાફેલ મરીન
ભારતીય રાફેલને પંચ આપતા 5 હથિયાર
- સ્કૈલ્પ મિસાઈલ - લાંબી અંતર સુધી વાર કરતી ક્રૂઝ મિસાઈલ
- મેટેયોર મિસાઈલ -- લાંબા અંતર સુધી હવાથી હવામાં માર કરતી મિસાઈલ
- લેઝર ગાઈડેડ બોમ્બ - 500-2000 પાઉન્ટના બોમ્બ, જે લેઝરના સહારે સચોટ હુમલા કરે છે
- નોન ગાઈડેડ ક્લાસિકલ બોમ્બ - જમીન પર બોમ્બમારામાં કામ આવતા પરંપરાગત બોમ્બ
- હૈમર GPS બોમ્બ - હવાથી જમીન પર માર કરતા સ્માર્ટ બોમ્બ જે GPSથી સટીક હુમલો કરે છે
આ પણ વાંચો: Pahalgam terror attack : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો... આજે શેરબજાર કઈ દિશામાં આગળ વધશે? જાણો સંકેતો